સુરતઃશહેરના છ મુખ્ય સ્થળો કે જ્યાં મોટાભાગે લાખો લોકોની અવરજવર રોજ રહે છે તે વિસ્તારમાં તેલંગાના રાજ્યના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવને(Telangana Chief Minister Chandrasekhar Rao ) જન્મદિનની શુભેચ્છા આપતા મસમોટા હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. 70 લાખની વસતીવાળા સુરત શહેરમાં તેલુગુ સમાજના બે લાખ લોકો રહે છે. ચંદ્રશેખર રાવ ગુજરાતના નેતા પણ નથી. તેમ છતાં સુરત શહેરમાં તેલંગાના રાજ્યના મુખ્ય પ્રધાનની તસવીર વાળા હોર્ડિંગ્સ સુરત શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે.
17 મી ફેબ્રુઆરીના રોજ ચંદ્રશેખર રાવનો જન્મદિવસ હતો
મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવના હોર્ડિંગ્સ(Poster of Telangana CM in Surat) સુરતમાં સ્થાનિક તેલુગુ સમાજના લોકો દ્વારા નહીં પરંતુ તેલંગાના થી તેમની જ પાર્ટી તેલંગાના રાષ્ટ્ર સમિતિના કાર્યકર્તા તેલંગાના સાઈ દ્વારા સુરતમાં લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. માત્ર સુરત જ નહીં અગાઉ તેલંગાના સીએમ ચંદ્રશેખર રાવના બેનર હોર્ડિંગ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા ચૂંટણી વિસ્તાર કાશી અને દિલ્હી શહેરમાં પણ જોવા મળ્યા હતા. 17મી ફેબ્રુઆરીના રોજ ચંદ્રશેખર રાવનો જન્મદિવસ (Chandrasekhar Rao Birthday)હતો. સુરત ખાતે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભોજન સમારંભનું પણ આયોજન કરાયું હતું.