ગુજરાત

gujarat

ETV Bharat / state

Teenage Love Storyનો કરૂણ અંત - બોયફ્રેન્ડે બીજી છોકરી સાથે વાત કરતા, તરૂણીએ કરી આત્મહત્યા - આત્મહત્યા કેસ

સુરત શહેરમાં દિનપ્રતિદિન આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે સુરતમાં વધુ એક આત્મહત્યાની ઘટનાએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. બોયફ્રેન્ડે બીજી છોકરી સાથે વાત કરતા સુરતમાં પાંડેસરા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય તરુણીએ ફાસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ આત્મહત્યા કેસની તપાસ પાંડેસરા પોલીસ ( Pandesara Police ) દ્વારા કરવામાં આવી રહી છે.

Teenage Love Story
Teenage Love Story

By

Published : May 31, 2021, 5:02 PM IST

  • બોયફ્રેન્ડે બીજી છોકરી સાથે વાત કરતા તરૂણીએ ખાઇ લીધો ગળેફાંસો
  • Teenage Love Storyનો કરૂણ અંત
  • પાંડેસરા પોલીસસ્ટેશનના PSI અનિલ સરવૈયાએ વધુ તપાસ હાથ ધરી

સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય તરુણીને રવિવારની સવારે ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જે બાદ તેના પરિવારના સભ્યોએ તેને ફાંસો ખાધેલી હાલતમાં જોઇને તાત્કાલિક નીચે ઉતારી હતી અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા, પરંતુ તબીબી સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.

બોયફ્રેન્ડે બીજી છોકરી સાથે વાત કરતા, માઠું લાગી આવ્યું

પાંડેસરા પોલીસ ( Pandesara Police ) દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પાંડેસરા પોલીસ ( Pandesara Police ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મૃતક તરુણીના ઘર નજીક રહેતો તેનો બોયફ્રેન્ડ અન્ય છોકરી સાથે વાત કરતો હોવાની તરૂણીને જાણ થઇ હતી. જે વાતનું તેને લાગી આવતા આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ આત્મહત્યા કેસનીતપાસ પાંડેસરા પોલીસ સ્ટેશનના PSI અનિલ સરવૈયાએ કરી રહ્યા છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details