ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy: સુરત ફાયર વિભાગની એક ટીમ પોરબંદર-ઓખા રવાના - cyclone biporjoy live news

બિપરજોય વાવાઝોડુંના અસરના કારણે સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગની એક ટીમ પોરબંદર ઓખા બંદર ઉપર મોડી રાત્રે રવાના કરવામાં આવી છે.તેઓ પોતાની સાથે રેસ્ક્યુ સાધન સામગ્રી સહિત, ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ સાથે બચાવ રેસ્ક્યુ કામગીરી અર્થે રવાના કરવામાં આવ્યા છે.Body:ફાયર વિભાગની એક ટીમ પોરબંદર ઓખા બંદર ઉપર મોડી રાત્રે રવાના કરવામાં આવી.

Cyclone Biparjoy: સુરત ફાયર વિભાગની એક ટીમ પોરબંદર ઓખા ખાતે રવાના.
Cyclone Biparjoy: સુરત ફાયર વિભાગની એક ટીમ પોરબંદર ઓખા ખાતે રવાના.

By

Published : Jun 15, 2023, 1:18 PM IST

સુરત:બીપરજોય વાવાઝોડાનું સંકટ હાલ તો ગુજરાતમાં જોવામાં આવતું નથી. હવે આની અસર ખાસ કરીને સોમનાથ, દ્વારકા, પોરબંદર, કચ્છ, માંડવી, જામનગરમાં જોવા મળી રહ્યું છે. તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.પરંતુ હાલ પણ બીપરજોય વાવાઝોડુંના અસરના કારણે સુરતમાં ભારે પવન ફૂંકાય રહ્યા છે. તથા સૌરાષ્ટ્ર બાજુમાં હાલમાં વાવાઝોડુંનું સંકટ જોવા મળી રહ્યું છે. જેને લઈને રાજ્ય સરકારના આદેશ અનુસાર સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગની એક ટીમ પોરબંદર ઓખા બંદર ઉપર મોડી રાત્રે રવાના કરવામાં આવી છે.

8 જવાનો રવાના: તેઓ પોતાની સાથે રેસ્ક્યુ સાધન સામગ્રી સહિત, ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ સાથે બચાવ રેસ્ક્યુ કામગીરી અર્થે રવાના કરવામાં આવ્યા છે. જેમાં 1 અધિકારી, 2 ડ્રાઇવર તથા 5 ફાયરમેન મળી કુલ 8 જવાનો રવાના થાય છે. રાજ્ય સરકારના આદેશ અનુસાર ફાયરની ટીમ મોકલવામાં આવ્યા છે. લોકોને કોઇ પણ સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે સરકારની તમામ પાંખ તૈયાર છે. વાવાઝોડું આજે 4 વાગ્યાથી લઇને સાંજે 9 વાગ્યા સુધીમાં ગુજરાતમાં ટકરાઈ શકે છે.

" ગઈકાલે સાંજે જ રાજ્ય સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો હતો કે, દરેક શહેરના ફાયર વિભાગની એક એક ટીમ ફાળવવામાં આવેલ સ્થળ ઉપર મોકલવામાં આવે તેમાં મોડી રાતે સુરત ફાયર ની એક ટીમને પોરબંદરના ઓખા બંદરે મોકલવામાં આવ્યા છે.તેમની સાથે રેસક્યું તમામ સાધન સામગ્રી સાથે મોકલવામાં આવ્યા છે" --વસંત પરીખ ( ફાયર વિભાગના એડિશનલ ચીફ ઓફિસ)

કર્મચારીઓને સ્ટેન્ડ બાય: ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ જ્યારે બીપરજોય વાવાઝોડાનું સંકટ દક્ષિણ ગુજરાત તરફ હતું ત્યારે પણ સુરત ફાયર વિભાગના તમામ કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. જેથી જો કોઈ ઘટના હોનારત થાય તો તેવી પરિસ્થિતિ પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા.તેની માટે દરેક જગ્યા ઉપર કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યા છે.અને તેની માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

  1. Cyclone Biparjoy Live Landfall Status: વાવાઝોડું જખૌથી 180 કિમી દૂર, સાંજે 6 વાગે ટકરાવાની શક્યતા
  2. Cyclone Biparjoy: ઐતિહાસિક દાંડી સ્મારક પ્રવાસીઓ માટે 13 જૂનથી 16 જૂન સુધી બંધ રહેશે

ABOUT THE AUTHOR

...view details