ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં વિદ્યાર્થીનીને છેડનાર શિક્ષકની ધરપકડ - વિદ્યાર્થીનીની છેડતી કરનાર શિક્ષકની ધરપકડ

સુરતઃ શહેરમાં આવેલી ખાનગી શાળાના શિક્ષકે શાળામાં અભ્યાસ કરતી ધોરણ બાર સાયન્સની વિદ્યાર્થીનીને કારમાં લિફ્ટ આપવાના બહાને છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. ઓલપાડ ખાતે રહેતી વિધાર્થીની બપોરની શાળાએથી છૂટયા બાદ પરત ઘરે જવા માટે નીકળી હતી. જે દરમિયાન શિક્ષકે કારમાં વિધાર્થીને લિફ્ટ આપ્યા બાદ છેડતી કરી હતી. સમગ્ર ઘટના અંગે વિધાર્થીનીએ માતા-પિતાને જાણ કરતા રાંદેર પોલીસ મથકમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદના આધારે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

વિદ્યાર્થીનીની છેડતી કરનાર શિક્ષકની ધરપકડ કરાઈ

By

Published : Sep 10, 2019, 11:13 PM IST

Updated : Sep 10, 2019, 11:52 PM IST

રાંદેર વિસ્તારમાં પીપરડીવાળા ખાનગી શાળા આવેલી છે. આ શાળાના ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ શાળાના શિક્ષક પર છેડતી કરવાનો આરોપ મૂક્યો છે.

વિદ્યાર્થીનીની છેડતી કરનાર શિક્ષકની ધરપકડ કરાઈ

મળતી માહિતી પ્રમાણે, પીપરડીવાળા શાળામાં કેતન શેલર શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. સોમવારના રોજ બપોરની પાળી દરમિયાન શાળા છૂટયા બાદ વિદ્યાર્થીની શાળાએથી પોતાના ઘરે ઓલપાડ જવા નીકળી હતી. રામનગર તરફ જતી હતી. શિક્ષક કેતન શેલર વિદ્યાર્થીનીને લિફ્ટ આપવાના બહાને પોતાની કારમાં બેસાડી હતી. ત્યારબાદ કાર મોરાભાગલ તરફ લઈ જવાને બદલે રાજપંથ માર્ગ તરફ લઈ જઈને વિદ્યાર્થીની સાથે છેડતી કરી હતી.

વિદ્યાર્થીનીએ ઘટનાની જાણ માતા-પિતાને કરી હતી. ત્યારબાદ માતા-પિતાએ સુરતના રાંદેર પોલીસ મથકમાં શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Sep 10, 2019, 11:52 PM IST

ABOUT THE AUTHOR

...view details