સુરત: શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર (Lalbhai Contractor Stadium)સ્ટેડિયમમાં (TATA IPL 2022 )આવતી 3માર્ચ થી 7માર્ચ સુધી IPLની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રવેશ કરશે. ટીમના તમામ ખેલાડીઓ 3 તારીખે રાત્રે સુરત આવી પહોંચશે.
સાંજે 5 વાગ્યાથી લેટ નાઈટ સુધી પ્રેક્ટિસ કરશે
સુરત શહેરના આંગણે IPL મેચની ચેન્નાઈ સુપર કિંગ્સની(Chennai Super King)ટીમ પ્રેક્ટિસ કરવા માટે આવશે. શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમાં (Lalbhai Contractor Stadium) ટીમ પ્રેક્ટિસ કરશે. સાંજે 5 વાગ્યાથી મોડી રાત સુધી પ્રેક્ટિસમાં( Chennai Super King Practice)રહેશે. ટીમના તમામ ખેલાડીઓ 3 તારીખે રાતે શહેરના મેરીયેટ હોટલ ઉપર જશે. આ તમામ ખેલાડીઓ ત્રણ દિવસ સુધી હોટલમાં રહેશે અને 7 તારીખથી સ્ટેડિયમ ઉપર આ તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરશે. પ્રેક્ષકો માટે સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.