તાપી:તાપીના રસામાં જુના રણાયચી ગામની સીમમાં આવેલા ખેતરમાં દીપડી મૃત હાલતમાં મળી આવી છે. સ્થળ પરથી મળતી વિગતો મુજબ, સવારે આશરે 8:00 થી 8:30 વાગ્યાના ખેતરમાં કામકાજ અર્થે ગયેલા લોકોએ ખેતરમાં દીપડી મૃત હાલતમાં નજરે પડી હતી. એક જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક ધોરણે વન વિભાગને ટેલિફોનિક સંપર્ક કરી જાણ કરી હતી.
ટીમ ઘટના સ્થળે: જેના પગલે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત દીપડીનો કબજો લઈને મૃત દીપડીને ઘટના સ્થળ ઉપરથી ખાનગી ટ્રેક્ટર મારફતે સ્ટેટ હાઇવે સુધી લઈ લઈ જવામાં આવી હતી. ત્યારબાદ મૃત દીપડીને ખાનગી ટેમ્પો મારફતે પોસ્ટમોર્ટમ માટે વ્યારા ખાતે આવેલા પશુ દવાખાનામાં લઈ જવામાં આવી હતી. તેમજ હાલમાં દીપડીના મોતનુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી જે હાલ સુધી અકબંધ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ દીપડીના મોતનું રહસ્ય ખબર પડશે!
આ પણ વાંચો Tapi News : પાણીની ચિંતા હળવી કરાવતાં સારા સમાચાર, આ પાંચ જિલ્લાને ઓગસ્ટ સુધી રાહત આપશે ઉકાઇ ડેમ
પિંજરા મૂકવામાં આવ્યા:તાપી જિલ્લામાં અનેક વિસ્તારમાં દીપડા જોવા મળે છે. અનેક ગામોમાં દીપડા ઓ ઘર સુધી પહોંચી જતા પણ નજરે પડે છે. વન વિભાગ દ્વારા અનેક તાપી જિલ્લાના અનેક જગ્યાઓ પર દીપડા ને પકડવા માટે પિંજરા મૂકવામાં આવ્યા છે. તાપી જિલ્લાના અનેક વિસ્તારમાં દીપડા દ્વારા નુકસાન પણ પહોંચાડવામાં આવી છે. જેને પગલે તાપી જિલ્લા વન વિભાગ દ્વારા જિલ્લાના અનેક ગામોમાં લોકો ને દીપડા દ્વારા જાનહાનિ ન પહોંચે તે માટે ના પગલાં લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો તાપી: ગામના આધેડે ઝેરી દવાના ઘૂંટડા ભરતાની સાથે અનેક સવાલો
દીપડાનો ખોફ: ગત સમયમાં દીપડા દ્વારા લોકો પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં દીપડા ના કહેર થી લોકોમાં દીપડાનો ખોફ જોવા મળી રહ્યો છે. દીપડીના મૃત દેહ ને ખેતર માં જોઈ લોકોને ભારે જમાવડો જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરતા ગણતરીના સમયમાં વન વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. હાલમાં દીપડાના મોતના ચોક્કસ કારણ જાણી શકાયું નથી,જે હાલ સુધી અકબંધ છે.