સુરત : ઓલપાડ તાલુકાના માસમા ગામે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે વિશાલ બારૈયા ફરજ (Talati in Masma Village Locked the Office) બજાવે છે. થોડા દિવસ પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે નવા સરપંચ તેમજ સભ્યોની ટીમ અગાઉના ટર્મના સરપંચ કે તલાટી કમ-મંત્રી વિશાલ બારૈયા દ્વારા કોઈપણ પ્રકારના ચાર્જ કે હિસાબ સોંપેલ ન હોવાથી તેઓ આ બાબતે વારંવાર જાણ કરેલી. પરંતુ એ બાબતે ધ્યાન ન આપતા હાલ ગામમાં વિકાસના કામો અટકી પડ્યા છે.
તલાટી કમ મંત્રી ઘણા દિવસોથી કચેરી હાજર ન હતા
માસમા ગામે તલાટી ઓફિસને તાળું મારી ભાગી ગયો તલાટી કમ મંત્રી છેલ્લા ઘણા દિવસોથી કચેરીમાં આવી રહ્યા નથી. ત્યારે આ બધા વિવાદો વચ્ચે તલાટી વિશાલ બારૈયા તાલુકા વિકાસ અધિકારીને જાણ કર્યા વગર જ તલાટી કચેરીને તાળું મારી ભાગી (Talati of Masma Village Fled) જતા ગામ લોકોના કામો અટકી પડ્યા છે.
આ પણ વાંચોઃ ખેડામાં તલાટી અને મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા
ટીડીઓ એ તલાટી કચેરી કરી દીધી સીલ
ઓલપાડ તાલુકા વિકાસ અધિકારી શૈલેશ ચાવડાએ જણાવ્યું હતું કે, માસમા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી વિશાલ બારૈયા 10 દિવસ પહેલા નોકરી માંથી સ્વૈચ્છિક રાજીનામાની અરજી આપી હતી. ત્યારબાદ તે એક મહિનાની રજા મૂકી જાતે તલાટી કચેરીને તાળું મારી દીધું હતું. એ કોઈપણ પ્રકારના પંચાયતનો હિસાબ આપ્યો નથી. જેથી તલાટી કચેરીને સીલ કરી દીધી છે. કચેરીના રેકર્ડ ચકાસણી કરવામાં આવશે. જો કોઈ ગેરરીતિ કર્યા હશે ને તો તલાટી વિશાલ બારૈયા પર કાયદેસરની (Action Against Talati Employee) કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સરકારી રેકોર્ડ બનાવવાનું વ્યાપક કૌભાંડ પકડાયું, સાયણ તલાટીઓ અને સરપંચે કર્યું કૌભાંડ