ગુજરાત

gujarat

ETV Bharat / state

'જહાં ચાહ, વહાં રાહ'ને સાર્થક કરતા બુરહાનુદ્દીનની પ્રેરણાદાયી કહાણી - બુરહાનુદ્દીન ટેનિસ પ્લેયર

સુરતઃ ખુદ હી કો કર બુલંદ ઇતના ,કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે, બતા તેરી રજા કયા હે ? સુરતના 14 વર્ષીય બુરહાનુદ્દીન સાથે પણ કંઇક આવું જ થયું છે. દોઢ વર્ષની ઉંમરે બુરહાનુદ્દીનના પરિવારને ખબર પડી કે, તેને હિપ ડિસલોકેટ બિમારી છે. ડોકટરોએ તો બુરહાનુદ્દીન હવે ક્યારેય સરખુ ચાલી શકશે નહીં અને રમવાની તો વાત જ દૂર તેમ જણાવ્યું હતું. પરંતુ કહાની ત્યાં પુરી થતી નથી, અહીંથી તો કહાની શરૂ થાય છે...

'જહાં ચાહ, વહાં રાહ'ને સાર્થક કરતા બુરહાનુદ્દીનની પ્રેરણાદાયી કહાની

By

Published : Sep 14, 2019, 8:27 PM IST

બુરહાનુદ્દીન રશિયામાં આયોજીત એશિયન પેસેફિક યુથ ગેમ્સના ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવીને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. બુરહાનુદ્દીનની ઈચ્છા શક્તિ, હિંમત અને ક્યારે હાર ન માનવાનો દ્રઢ મનોબળ લોકો માટે પ્રેરણા બની ગઈ છે. ડોક્ટરોની આશંકાને ખોટી સાબિત કરી બુરહાનુદ્દીને આજે પરિવારને સૌથી મોટી ખુશી આપી છે. બુરહાનુદ્દીન હાર માનવાની જગ્યાએ પિતા વાહેદ તેના કોચ બની ગયા અને દિકરાને દરોરજના 4 કલાક ટ્રેનિંગ આપીને શારીરિક તેમજ માનસિક તૈયાર કર્યો હતો.

'જહાં ચાહ, વહાં રાહ'ને સાર્થક કરતા બુરહાનુદ્દીનની પ્રેરણાદાયી કહાની

બુરહાનુદ્દીન વર્ષ 2018-19માં બુરહાનુદ્દીન અંડર-15 બોર્ન એન્ડ આફ્ટર 2005માં ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાની રેન્કિંગમાં ટોપ-10માં હતો અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન ની રેન્કિંગમાં અંડર-15માં ટોપ પર છે, ત્યારે ફાઇટર બુરહાનુદ્દીનની ઇચ્છા છે કે, તે ટેબલ ટેનિસના તમામ ચેમ્પિયનશીપમાં ભારત માટે ગોલ્ડ મેડલ મેળવે.

ABOUT THE AUTHOR

...view details