- લોકરક્ષક તાલીમ શાળામાં હથિયાર ધારી પોલીસની તાલીમ પરિપૂર્ણ થઇ
- પોલીસ હેડ ક્વાર્ટર ઘલુડી ખાતે શપથ ગ્રહણ અને પરેડનો કાર્યક્રમ યોજાયો
- 150 તાલીમાર્થીમાંથી 70 મહિલા અન 80 પુરૂષોએ ભાગ લીધો
બારડોલી(સુરત) : સુરત જિલ્લા પોલીસ હેડક્વાટર્સ ઘલુડી ખાતે ચાલતી લોકરક્ષક તાલીમ શાળામાં ગત તારીખ 21/09/2020 થી શરૂ થયેલ હથિયાર ધારી પોલીસની તાલીમ પરિપૂર્ણ થઇ હતી. ત્યારે ગઇકાલે શુક્રવારે સવારે પોલીસ હેડ ક્વાર્ટર ઘલુડી ખાતે શપથ ગ્રહણ અને પરેડનો કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા ઉષા રાડાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં 150 તાલીમાર્થીમાંથી 70 મહિલા અન 80 પુરૂષોએ ભાગ લીધો હતો.
જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે હથિયારી લોકરક્ષકનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે હથિયારી લોકરક્ષકનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો આ પણ વાંચો : છોટા ઉદેપુરમાં કલેક્ટર કચેરી ખાતે કોરોના જાગૃતિ અંતર્ગત શપથ ગ્રહણ સમારોહ યોજાયોપોલીસ બેન્ડના તાલે પરેડ કરી સલામી આપીસૌપ્રથમ અશ્વ સવાર પાયલોટિંગ કરતા મહેમાન એસ. પી. ઉષા રાડાને મંચ તરફ લઈને આવ્યા હતા. જેમાં પરેડની શરૂઆત પરેડ કમાન્ડર સંધ્યા કુમારી ચૌધરીએ કરાવી સલામી આપી હતી. પોલીસ બેન્ડના તાલે સૌ કોઈએ પરેડ કરી સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ જણાવ્યું હતું કે, પોલીસમાં પ્રથમ વખત જ્યારે ભરતી થઇ અને ત્યારે જે ઉમંગ અને ઉત્સાહ આનંદ હતો તેવો જ ઉત્સાહ અને આનંદ તમારી નોકરી દરમિયાન કાયમ રાખજો. ફરજ દરમિયાન અને આપત્તિઓ આવશે. પરંતુ આનંદ અને ઉત્સાહથી તેને પાર કરવા જણાવ્યું હતું. હાલમાં કોરોનાની મહામારીમાં જે રીતે સંઘર્ષ કરીને ફિટનેસ જાળવી રાખી છે. તેવી જ રીતે તંદુરસ્તી છેલ્લે સુધી જાળવી રાખવા અપીલ કરી હતી.
જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે હથિયારી લોકરક્ષકનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે હથિયારી લોકરક્ષકનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો આ પણ વાંચો : ગુજરાત સ્થાપના દિવસે વડોદરા કલેક્ટરે કોરોના મુક્તિના સંકલ્પ ગ્રહણ કર્યા યુનિફોર્મ પહેરેલા કર્મચારીઓએ આપી રાષ્ટ્રીય સેલ્યુટ
આ પરેડ દરમિયાન યુનિક ફ્લેગ લઈને મંચ પાસેથી પસાર થયા ત્યારે રાષ્ટ્રીય સેલ્યુટ તમામ યુનિફોર્મ પહેરેલા કર્મચારીઓએ આપી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ નવા તાલીમ પામેલા તમામને શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં DYSP હેડક્વાર્ટર મુકેશ ચૌધરી, DYSP સુરત વિભાગ સી એમ. જાડેજા, LCB PI બી. કે. ખાચર, SOG PI કે. જે. ઘદૂક, RSI હેડક્વાર્ટર વાય. એલ. જાડેજા સહિતના અનેક અધિકારીઓ હાજર રહયા હતા. તાલીમ પૂર્ણ કરી શપથ લઇ રહેલા 70 મહિલા અને 80 પુરૂષો મળી કુલ 150 જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે હથિયારી લોકરક્ષકનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો