ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ થયેલી મહિલાનું મોત - Surat Municipal Corporation

1લી એપ્રિલના રોજ સુરતના સ્મીમેર હોસ્પિટલમાં કોરોના વાઈરસ શંકાસ્પદ દર્દી તરીકે દાખલ થયેલી મહિલાનો મોત થતા તંત્ર દોડતું થયું હતું. તૈયાર કરવામાં આવેલા ગાઈડ લાઈન મુજબ સુરત મહાનગર પાલિકા દ્વારા તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સુરતમાં કોરોના વાઈરસ શંકાસ્પદ દર્દી તરીકે દાખલ થયેલી મહિલાનુ મોત
સુરતમાં કોરોના વાઈરસ શંકાસ્પદ દર્દી તરીકે દાખલ થયેલી મહિલાનુ મોત

By

Published : Apr 2, 2020, 4:48 PM IST

સુરતઃ શહેરમાં મંગળવારે શંકાસ્પદ કોરોનાથી મહિલા દર્દીનું મોત થયું હતુ. 1લી એપ્રિલના રોજ કોરોનાના લક્ષણો દેખાતા ફુલપાડાની 40 વર્ષીય મહિલાને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

તે મહિલાને સ્મિમેર હોસ્પિટલમાં ક્વોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવી હતી. મહિલાનો કોરોનાનો રિપોર્ટ હજુ આવ્યો ન હતો તે પહેલા તેનુ મોત થયું હતું.

કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે સુરત મહાનગર પાલિકા દ્વારા તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી અને અંતિમ વિધિ બાદ સ્મશાનને સંપૂર્ણ રીતે ડિસ ઇન્ફેક્શન કરવામાં આવ્યું છે. જો કે, હિલાનો કોરોના અંગેનો રિપોર્ટ હજી આવ્યો નથી અને તંત્ર તેની રાહ જોઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details