ગુજરાત

gujarat

ETV Bharat / state

સૂર્યા મરાઠી હત્યા કેસમાં નવો ખુલાસો, સૂર્યાના વિશ્વાસુ માણસોની જ હત્યામાં સંડોવણી - સૂર્યા મરાઠી હત્યા કેસ ન્યૂઝ

કુખ્યાત સૂર્યા મરાઠી હત્યા કેસમાં પોલીસે સૂર્યાની હત્યામાં ત્રણ જાનભેદુઓની ધરપકડ કરી છે. સૂર્યાની હત્યામાં તેના જ વિશ્વાસુ ગણાતા પંટરોએ હત્યામાં ભૂમિકા ભજવી હતી.

surya
સૂર્યા

By

Published : Feb 18, 2020, 10:01 AM IST

સુરત: પ્લાનિંગથી લઈ હત્યા સુધી મહત્વની ભૂમિકા ભજવી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. હત્યા કેસમાં સફીઉલ્લા મોહમ્મદ સફી શેખ, અમોલ તુકારામ જીને સહિત રોહિત ઉર્ફે મુન્ના દૂધવાળા સુરેન્દ્ર શુક્લાની ધરપકડ કરવામાં આવી છે. સૂર્યાની ગેરહાજરી દરમિયાન હાર્દિકે હત્યાનો પ્લાન બનાવ્યો અને સૂર્યાના અન્ય માણસોને પોતાની ગેંગમાં સામેલ કરી દીધા હતા. સૂર્યાના જ પંટરોએ બાદમાં હાર્દિકને ફોન ટીપ આપી હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. સૂર્યાનો ખાસ અને હત્યામાં સામેલ જયેશ પોલની પણ પોલીસ ધરપકડ કરશે. પોલીસે હત્યા કેસમાં જાતે ફરિયાદી બનેલા અમોલ જીને પોલીસ તપાસમાં જાતે કાવતરાખોર નીકળતા આરોપી સાબિત થયો છે.

સૂર્યા મરાઠી હત્યા કેસ: સૂર્યાના વિશ્વાસુ ગણાતા માણસોની હત્યામાં સંડોવણી

સૂર્યાની હત્યાનો પ્લાન ફેબ્રુઆરીની 2 તારીખે હાર્દિકની બર્થ ડે પાર્ટીમાં બનાવવામાં આવ્યો હતો. હત્યાના સમયે સૂર્યાની રિવોલ્વર તેના વિશ્વાસુ જયેશ પોલ પાસે હતી. જ્યાં જ્યેશે રિવોલ્વર મિત્ર એનથોની ઉર્ફે રોકી રિચાર્ડ કોન્ટ્રાકટરને મોપેડમાં સંતાડી દેવા આપી હતી. જ્યાં બાદમાં સૂર્યાની હત્યા થઈ હતી. પોલીસે સૂર્યા મરાઠીની ગેંગના એનથોની ઉર્ફે રોકી કોન્ટ્રાક્ટર અને ઝડપી પાડી તેની મોપેટમાંથી પિસ્તોલ અને ચાર કારતૂસ કબજે કર્યા હતા પોલીસની પૂછપરછમાં એન્ટોનીએ કબૂલાત કરી હતી કે, તે અને જયેશ રૂપે જે જ્ઞાનેશ્વર સૂર્ય મરાઠી માટે કામ કરતા હતા અને સૂર્ય મરાઠીની હત્યા થયા બાદ જયેશ કોલે પિસ્તોલની એક્સપ્રેસમાં સંતાડવા માટે આપી હતી. હાર્દિકે હુમલો કરતા પહેલા જયેશ પોલીસ સહિતના માણસોને ફોડી લીધા હતા. સૂર્ય ઓફિસમાં બેઠો હતો, ત્યારે બાથરૂમમાં જતાં પહેલાં જ ઈસકોલ અને વિકાસને તેના હથિયારો આપ્યા હતા. જે હથિયારો લઇને બંને જણાએ ઓફિસની બહાર બેસી ગયા અને સૂર્યા મરાઠીની ઓફિસમાં હથિયાર વગર હોવાની ટિપ્સ આપી હતી અને તેની હત્યાનો પ્લાન બનાવીને આવેલા હાર્દિક અને ટોળકી જય લીલીઝંડી મળતા ખુલ્લેઆમ હથિયારો સાથે ઓફિસમાં ઘુસી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, સૂર્યા મરાઠી લાજપોર જેલમાં હતો, ત્યારે તેનું આખું નેટવર્ક હાર્દિકને સંભાળવા માટે આપ્યું હતું અને હાર્દિક તેની ગેંગ ઓપરેટ કરતો થયો હતો. જે સમયે હાર્દિક સૂર્યાના વિશ્વાસુ માણસોને પોતાના તરફ કરી લીધા હતા તેમજ સૂર્યાના અંગત બિલ્ડરો પાસે પણ પૈસાની ઉઘરાણી કરી હતી. જેને લઇને સૂર્યાએ તેને ઠપકો આપ્યો હતો, ત્યાર બાદ હાર્દિકની પત્નીની છેડતીને લઈ બંને વચ્ચે અંતર વધ્યું હતું અને દુશ્મન બન્યા હતા. હાર્દિક એન્ડ ટોળકી સૂર્યા મરાઠીની હત્યા કરતા પહેલા તેના વિશ્વાસુઓને ફોડી લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details