ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલી અને મઢીમાં બર્ડ ફ્લુને લઈ પશુપાલન વિભાગની ટીમના ધામા, સર્વે કામગીરી શરૂ કરી - બર્ડ ફ્લુ અસર બારડોલી

બારડોલી તાલુકાના મઢી ગામમાં ચાર કાગડાઓ પૈકી બે કાગડાઓના મોત બર્ડ ફ્લૂથી થયા હોવાનું રિપોર્ટમાં જાણવા મળતા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. તેમજ મઢી તથા આજુબાજુના વિસ્તારોમાં આવેલા પોલ્ટ્રી ફાર્મ્સમાં તકેદારીના ભાગ રૂપે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ds
ds

By

Published : Jan 12, 2021, 11:03 AM IST

Updated : Jan 12, 2021, 12:21 PM IST

  • બારડોલીમાં મળી આવેલા એક કાગડાનો રિપોર્ટ પણ પોઝિટિવ
  • દવાનો છંટકાવ શરૂ કરાયો
  • પશુપાલનની ટીમે PPE કીટ પહેરી સર્વે કામગીરી શરૂ કરી


    બારડોલી: બારડોલી તાલુકાના મઢી અને આજુબાજુના બર્ડ ફ્લૂ અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલન વિભાગ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. પશુપાલન વિભાગ દ્વારા સર્વેની કામગીરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટીમ દ્વારા સંચાલકોને સાવચેતીના ભાગ રૂપે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવા આવી હતી.

અસરગ્રસ્ત વિસ્તારમાં તપાસ શરૂ કરાઈ


બારડોલી તાલુકાના મઢી ખાતે ગત 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ ચાર કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેના સેમ્પલ ભોપાલની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. ભોપાલથી રવિવારના રોજ ચાર પૈકી બે કાગડાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સુરત પશુપાલન વિભાગની ટીમ બે દિવસથી મઢી અને બારડોલીના અસરગ્રસ્ત વિસ્તારમાં તપાસમાં લાગી ગઈ છે. પશુ ચિકિત્સકોની ટીમે પીપીઇ કીટ પહેરીને અલગ અલગ વિસ્તારોમાં આવેલા પોલ્ટ્રીફાર્મની મુલાકાત લીધી હતી.

બારડોલી અને મઢીમાં બર્ડ ફ્લુને લઈ પશુપાલન વિભાગની ટીમના ધામા
સર્વે કામગીરી સાથે લોકોને સાવચેત રહેવા અપીલ કરીપશુપાલન વિભાગની ટીમે જ્યાંથી બર્ડ ફ્લૂથી મોતને ભેટેલા પક્ષીઓ મળી આવ્યા છે તે વિસ્તારમાં સર્વે કામગીરી કરવામાં આવી છે અને સાવચેતી રાખવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પશુ ચિકિત્સકોની ટીમે સ્થળ પર પહોંચી દવા છંટકાવ કરાવવાની સાથે સાથે પોલ્ટ્રી ફાર્મ સંચાલકોને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આ દરમિયાન સોમવારના રોજ બારડોલીમાંથી મળી આવેલા કાગડાઓ પૈકી એક કાગડાનો રિપોર્ટ બર્ડ ફ્લૂ હોવાનો ખુલાસો થયો હતો. જેને લઈને બારડોલીમાં પણ તકેદારીના ભાગ રૂપે અસરગ્રસ્ત વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે. પોલ્ટ્રી ફાર્મ્સમાં ડીસઇન્ફેક્શનની કામગીરી હાથ ધરાયઆ અંગે પશુપાલન વિભાગના લાયઝન ઓફિસર ડૉ. એચ.એમ. પાટીદારે જણાવ્યુ હતું કે, અમે આજુબાજુના બધા પોલ્ટ્રી ફાર્મની મુલાકાત લીધી છે અને ડીસઇન્ફેકશનની કામગીરી કરી છે. હાલ તો કોઈ એવી ગંભીર પરિસ્થિતી જોવા મળી નથી. જ્યાં કાગડાના મરણ થયેલા છે ત્યાં પણ મુલાકાત લઈ આવશ્યક કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યુ કે મઢી વિસ્તારમાં આજે પણ ચાર કાગડાના મોત થયા છે.

રાજ્ય પશુપાલન નિયામકની કલેક્ટરને લગતા વળગતા વિભાગો સાથે સંકલનમાં રહેવા સૂચના


બારડોલી અને મઢીથી મળી આવેલા મૃત કાગડાઓનો બર્ડફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા પશુપાલન નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને એક પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં કલેક્ટરના નિયંત્રણ હેઠળ જિલ્લા પશુપાલન અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી અને વન વિભાગની સાથે તાંત્રિક સંકલન સાધી કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. બર્ડ ફ્લૂના કિસ્સાને લઈ તેના નિયંત્રણ અને નિયમનની તમામ તાંત્રિક તથા કાયદાકીય કામગીરી કરવા અને થયેલી કામગીરીનું રિપોર્ટિંગ દૈનિક ધોરણે પશુપાલન નિયામક ગાંધીનગરને કરવાની સૂચના આપવામાં આવી છે.

Last Updated : Jan 12, 2021, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details