ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતની 2 સાહસિક બહેનો 7 ઉપખંડોના 7 ઉંચા પર્વતો સર કરવાના મિશન પર - અધરુ મિશન

સુરત: સુરતની બે બહેનો વિશ્વના 7 ઉપખંડના 7 ઊંચા પર્વતો સર કરવાના મિશન પર છે. આ કઠિન મિશન અંતર્ગત તેઓએ ઇન્ડોનેશિયાનો કાર્સટેન્ઝ પીરામીડ પર્વત સર કરી આગેકુચ કરી છે. મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યથી આ બહેનો વિશ્વ સામે સાબિત કરવા માગે છે કે, ભારતીય મહિલાઓ દરેકે પરિસ્થિતિમાં મજબૂત અને સક્ષમ છે.

સુરતની બહેનો સૌથી અઘરા મિશન પર, 7 ઉપખંડના 7 પર્વતો ત્રિરંગો લહેરાવશે

By

Published : Aug 22, 2019, 7:58 PM IST

સુરતની બે સગી બહેનો અદિતિ અને અનુજા માઉન્ટ એકોનકાગુઆ અને માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ગુજરાતની પ્રથમ બે બહેનો છે. સુરતના અઠવાલાઇન્સ આદર્શ સોસાયટીમાં રહેતા અને આયુર્વેદ તબીબ ડૉ.આનંદ વૈદ્યની બે દીકરી 25 વર્ષીય અદિતિ અને 21 વર્ષીય અનુજાએ 15 ઓગસ્ટે સ્વાતંત્ર પર્વ નિમિત્તે ઓસ્ટ્રેલેશિયાના 4884 મિટર ઊંચા કાર્સટેન્ઝ શિખર પર તિરંગો લહેરાવાની સાથે જ 4 ઉપખંડના સર્વોચ્ચ શિખર સર કરવાની સિદ્ધિ હાંસલ કરી દીધી છે. આવનાર દિવસોમાં તેઓએ આફ્રિકાના કલિમાંજરો, એન્ટાર્કટીકાના વિન્સન અને નોર્થ અમેરિકા-અલાસ્કાડેનાલી ત્રણ પર્વત સર કરવા જશે.

સુરતની 2 સાહસિક બહેનો 7 ઉપખંડોના 7 ઉંચા પર્વતો સર કરવાના મિશન પર
આ બન્ને બહેનોએ દક્ષિણ અમેરિકા, એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલેશિયાના સૌથી ઊંચા શિખર સર કર્યા બાદ હવે આગામી દિવસોમાં આફ્રિકા, ઉત્તર અમેરિકા અને એન્ટાર્કટિકા ઉપખંડના શિખર સર કરવાનો સંકલ્પ કર્યો છે.અનુજાના પિતા ડૉ.આનંદ વૈદ્યે જણાવ્યું હતું કે, પાપુઆ ઇન્ડોનેશિયાના ટીમીકામાં ખરાબ વાતાવરણને કારણે શિખર સર કરવામાં 12 દિવસ સુધી રાહ જોવી પડી હતી. હિમવર્ષા અને વરસાદને કારણે તેઓએ ભારે હાલાકી વેઠવી પડી હતી.
સુરતની 2 સાહસિક બહેનો 7 ઉપખંડોના 7 ઉંચા પર્વતો સર કરવાના મિશન પર
આદિતિ વૈદ્યે જણાવ્યું હતું કે, અમે અમારા મિશન અને વિચારોને લઈ મક્કમ હતા અને આવી પરિસ્થિતિમાં રહેવાની ખાસ ટ્રેનિંગ પણ લીધી હતી. 13 દિવસ સુધી 25 કિલોની ભારી ભરખમ બેગ સાથે 4 કેમ્પ કરી આ પર્વત સર કર્યો હતો. 22480 ફૂટની ઉંચાઈ સુધી આવી પરિસ્થિતિમાં જવું અઘરું હોય છે. કારણ કે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે. પર્વતના શિખર પર તાપમાન -37 ડીગ્રી હોય છે. આ ઉંચાઈ પર 100-130 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાય છે. જેની સામે પર્વતારોહકોનું જીવનું જોખમ છે. આ કઠીન પરિસ્થિતિ વચ્ચે બંનેએ ખાસ ખાવા પીવાની ની કાળજી રાખી હતી.

અનુજાએ જણાવ્યું હતું કે, મહિના સુધી ખભા પર 10 કિલોની બેગ સાથે ચઢાણ શરૂ કર્યું હતું. પહેલો બ્રેક તો 6 કલાકે લીધો હતો. જે યાદગાર દિવસ રહ્યો હતો. -50 ડીગ્રી તાપમાનમાં અનેક અનુભવો સાથે અનોખું અને જોખમી ચઢાણ રહ્યું હતું. 24 લોકોની ટીમમાં 14 દેશના પર્વતારોહક હતાં. જોકે બેઝ કેમ્પ પર પહોંચતાની સાથે જ 8 પ્રતિનિધિઓ પરત ચાલ્યા ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details