ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત આરોપીને માર મારવાનો કેસઃ આરોપીને બ્રેઈન હેમરેજ, 8 પોલીસકર્મી ફરાર

સુરતઃ ત્રણ દિવસ અગાઉ ખટોદરા પોલીસ ત્રણ યુવકોને ઘરફોડ ચોરીના ગુનામાં શંકમદ તરીકે પોલીસ મથકમાં લઈ આવી હતી અને ત્રણેયને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાંથી એકને બ્રેઈન હેમરેજ થતાં એક આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ મથકના PI, PSI સહિત 8 પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તાજેતરની માહિતી મુજબ, આઠેય પોલીસકર્મી ફરાર છે, જ્યારે પીડિત આરોપીને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે.

srt

By

Published : Jun 1, 2019, 2:53 PM IST

ફરિયાદ નોંધાતા પોલીસ કર્મીઓ જામીન ની પ્રક્રિયા દરમ્યાન ફરાર થઇ ગયા હતા. જ્યારે અન્ય પોલોસ કર્મીઓ તેમને પકડવા ગયા હતા ત્યારે તેઓની વચ્ચે ઝપાઝપી થઈ હતી.PI સહિત અન્ય પોલીસકર્મી ફરાર થઈ ગયા હતા.ત્રણ દિવસ સુધી ગેરકાયદેસર રીતે ત્રણ યુવાનો ને પોલીસ કસ્ટડીમાં રાખી માર માર્યો હતો.ચોરીની ઘટનામાં ધરપકડ કર્યા વગર પોલીસે તમામ શંકાસ્પદ યુવાનો ને ત્રણ દિવસ કસ્ટડીમાં રાખી અત્યાચાર ગુજાર્યો અને થર્ડ ડીગ્રી આપી હતી જેમાં ઓમ પ્રકાશ પાંડે નામ ના યુવાનને બ્રેન હેમરેજ થયુ હતું.આ અંગે સુરત પોલીસના PRO ACP પી.એલ ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં પોલીસ કમિશ્નર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારબાદ તમામ આરોપી પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

સુરત આરોપીને માર મારવાનો કેસઃ આરોપીને બ્રેઈન હેમરેજ, 8 પોલીસકર્મી ફરાર

ACP ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, ત્રણેય શકમંદ યુવાનો ને ગેરકાયદેસર રીતે લોકઅપમાં મૂકી ત્રાસ ગુજારવામાં આવ્યો હતો પણ તેમની સામે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. પોલીસના જણાવ્યા મુજબ ઓમ પ્રકાશને બ્રેન હેમરેજ થયુ છે તો સવાલ એ થાય છે કે એને બ્રેન હેમરેજ થવાનુ કારણ શું? શું પોલીસની થર્ડ ડિગ્રી ટોર્ચરના કારણે બ્રેન હેમરેજ થયુ છે. પોલીસ ફરિયાદ દાખલ કરતી હતી તો પોલીસના માણસો સાથે ઝપાઝપી થવાનુ કારણ શું? પોલીસે જામીનપાત્ર કલમો લગાવી હતી અને જામીનની પ્રક્રિયા ચાલુ હતી તો પછી પોલીસ ઇન્સ્પેકટર અને બીજા પોલીસ આરોપીઓ ભાગ્યા કેમ? આવા ઘણા સવાલો છે જેનો જવાબ પોલીસ તપાસનું બહાનું કરી આરોપી પોલીસને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

SP પી.એલ.ચૌધરીના જણાવ્યા મુજબ ઓમ પ્રકાશને દારૂ પીવાની ટેવ હતી અને અગાઉ નાગપુરમાં ઘરફોડ ચોરીની ઘટનામાં ઝડપાઇ ચુક્યો છે.હાલ તે ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે.ચૌધરીએ જણાવ્યું કે જ્યારે PI ખીલેરી સહિત અન્ય આરોપી પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી અને તેઓની જામીન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે તેઓ પોલીસ મથકમાંથી ફરાર થવા લાગ્યા હતા તે દરમ્યાન અન્ય પોલીસ કર્મીઓ તેમને પકડવાની કોશિશ કરી તે દરમ્યાન તેઓની વચ્ચે ઝપાઝપી થઈ અને આરોપી પોલીસકર્મીઓ નાસી ગયા હતા. ઝપાઝપીમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ પોલીસ કર્મીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.જ્યારે ફરાર પોલીસકર્મીઓ વિરુદ્ધ વધુ IPCની કલમ 224 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સમગ્ર ઘટનામાં વધુ ગંભીર આરોપ સામે આવી રહ્યા છે કે શકમંદને ઇલેક્ટ્રીક શૉક આપવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે. પોલોસકર્મીઓ સિવાય ઓટો રીક્ષા ચાલક સોનુ નામના ઇસમે પણ તેઓને ઢોર માર માર્યો હતો એવી વાતો પણ સામે આવી છે.અગાઉ પણ સુરતના સરથાણા PI એન.ડી.ચૌધરી, PSI અને ત્રણ કોન્સ્ટેબલો વિરુદ્ધ એક કરોડ ની લાંચ લેવાનો મામલો સામે આવ્યો હતો અને છેલ્લા ત્રણ મહિનાથી ફરાર છે જ્યારે તાજેતરમાં એક હેડ કોન્સ્ટેબલ કિરીટ ચૌધરી સરકાર અને PM મોદીને ગાળો આપતો વિડિઓ વાઇરલ થયો હતો તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને હવે ખટોદરા પોલીસના PI, PSI અને 6 કોન્સ્ટેબલો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

ABOUT THE AUTHOR

...view details