ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતી દાદીઓ સાબિત કર્યું કે 'Age is just number, 60 વર્ષથી ઉપરની મહિલાઓ શીખી રહી છે ડાન્સ અને ગરબા - Dance and Garba

વૃદ્ધાવસ્થામાં મહિલાઓ શારીરિક અને માનસિક અનેક પ્રકારની પીડાઓથી ગ્રસ્ત હોય છે જ્યારે ઉંમર થઇ જાઇ એટલે લોકો હારમાનીને બેસી જાતા હોઇ છે કે, હવે કાઇ નહિ થઇ શકે ત્યારે સુરતની 60 વર્ષથી ઉપરની મહિલાઓએ સાબિત કર્યું છે કે 'Age is just number..'અનેક સર્જરી અને પીડાઓને બાજુમાં મૂકી 60 વર્ષથી વધુની મહિલાઓ ડાન્સ અને ગરબા શીખી રહી છે.

સુરતી દાદીઓ સાબિત કર્યું કે 'Age is just number, 60 વર્ષથી ઉપરની મહિલાઓ શીખી રહી છે ડાન્સ અને ગરબા
સુરતી દાદીઓ સાબિત કર્યું કે 'Age is just number, 60 વર્ષથી ઉપરની મહિલાઓ શીખી રહી છે ડાન્સ અને ગરબા સુરતી દાદીઓ સાબિત કર્યું કે 'Age is just number, 60 વર્ષથી ઉપરની મહિલાઓ શીખી રહી છે ડાન્સ અને ગરબા

By

Published : Sep 16, 2021, 8:53 AM IST

Updated : Sep 16, 2021, 9:44 AM IST

  • સુરતમાં 60 વર્ષથી ઉપરની મહિલાઓએ સાબિત કર્યું છે કે 'Age is just number..
  • આશરે 25થી વધુ આવી મહિલાઓ ડાન્સ શીખી રહી છે
  • કલાકો સુધી ગરબા અને ડાન્સ શીખી પોતાનો શોખ પૂર્ણ કરનાર દાદીઓ

સુરત : વૃદ્ધાવસ્થામાં મહિલાઓ શારીરિક અને માનસિક અનેક પ્રકારની પીડાઓથી ગ્રસ્ત હોય છે પરંતુ સુરતની 60 વર્ષથી ઉપરની મહિલાઓએ સાબિત કર્યું છે કે 'Age is just number..'અનેક સર્જરી અને પીડાઓને બાજુમાં મૂકી 60 વર્ષથી વધુની મહિલાઓ ડાન્સ અને ગરબા શીખી રહી છે. ગ્રેન્ડમાં ગ્રુપની મહિલાઓ દરેક મહિલાઓ માટે ઉદાહરણ સ્વરૂપ છે કે જેઓ વિચારે છે કે આ ઉંમરમાં મહિલાઓ કશું કરી શકતી નથી.

સુરતની દાદીઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા

જે ઉંમરમાં દાદીમાં પૌત્રને પૌત્રીને કહાનીઓ સંભળાવતા હોય છે. તે ઉંમરમાં સુરતની દાદીઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. તેમના ડાન્સ જોઈ ભલભલા મોઢામાં આંગળી દબાવી લેશે સુરતના મીના મોદી ડાન્સ એકેડમીમાં આશરે 25થી વધુ આવી મહિલાઓ ડાન્સ શીખી રહી છે. જેમની ઉંમર 50થી લઈને 85 વર્ષ સુધીની છે. આ ઉંમરમાં મહિલાઓ માનસિક અને શારીરિક રૂપથી કમજોર થઈ જતી હોય છે. આ ઉંમરમાં શું કરવું એક મોટો પ્રશ્ન હોય છે ઉમરાની આ અવસ્થા એવી છે કે, જેમાં કોઈ શોખ અથવા તો પોતાની માટે વિચારવાનો સમય રહેતો નથી પરંતુ સુરતની આ દાદીઓએ આ ધારણાને ખોટી સાબિત કર્યું છે. આ ઉંમરમાં કલાકો સુધી ગરબા અને ડાન્સ શીખી પોતાનો શોખ પૂર્ણ કરનાર દાદીઓ લોકો માટે એક ઉદાહરણ સ્વરૂપ બન્યા છે.

સુરતી દાદીઓ સાબિત કર્યું કે 'Age is just number, 60 વર્ષથી ઉપરની મહિલાઓ શીખી રહી છે ડાન્સ અને ગરબા

બેથી ત્રણ કલાક ડાન્સની પ્રેક્ટિસ કરું છું

70 વર્ષીય મધુ વાંકાવાળાએ જણાવ્યું હતું. તેમને નકારાત્મક વિચારો પસંદ નથી ત્રણે બાળકો ડોક્ટર છે અને હાલ વિદેશ રહે છે પતિ પત્ની ઘરે એકલા રહે છે અને હવે શોખ પૂર્ણ કરવાનો સમય છે હું રોજ બે થી ત્રણ કલાક ડાન્સની પ્રેક્ટિસ કરું છું ડાન્સના કારણે હું નિરોગી છું અને મને શારીરિક કોઈપણ સમસ્યા નથી.

આ પણ વાંચો:62 વર્ષીય બોલિવુડ અભિનેત્રી નીના ગુપ્તાએ કર્યો બેલી ડાન્સ, વીડિયો કર્યો શેર

ડાન્સ અને ગરબાના કારણે હું ફિટ છું.

82 વર્ષીય સુશીલા જૈને જણાવ્યું હતું કે આ ઉંમરમાં પણ હું ગરબા અને ડાન્સ કરવા આવું છું મને ખૂબ જ ગમે છે. ડાન્સ અને ગરબાના કારણે હું ફિટ છું.

લોકોને શરમાવાની જરૂર નથી

53 વર્ષીય બિંની જરીવાળાએ જણાવ્યું હતું કે, ડાન્સ મારું પેશન છે. 90 વર્ષ થઈ જશે તો પણ ડાન્સ કરતી રહીશ. ગરબા અને ડાન્સ કરવાથી જે પણ તકલીફો છે તે દૂર થાય છે લોકોને શરમાવાની જરૂર નથી અંદર જે હુન્નર છે તેને બહાર કાઢવું જોઈએ.

હું ડાન્સ અને ગરબા માટે હંમેશા તૈયાર રહીશ

56 વર્ષીય બેલા જરીવાલાએ જણાવ્યું હતું કે ડાન્સ અને ગરબા કરવાથી તમામ ટેન્શન દૂર થાય છે તમે મને રાતે પણ બોલાવી ને કહેશો તો પણ હું ડાન્સ અને ગરબા માટે હંમેશા તૈયાર રહીશ.

સર્જરી આઠ કલાક સુધી ચાલી હતી

67 વર્ષીય જ્યોતિ દેસાઈએ જણાવ્યું હતું કે હાઇવે પર એક્સિડન્ટ થયું હતું અને મારા દીકરાને હું બચી ગયા સર્જરી આઠ કલાક સુધી ચાલી હતી આ મારા જીવનની બીજી ઇનિંગ છે જીવનનો આ સેકન્ડ ચાન્સ છે મન ભરી ને જીવી લેવાનું છે મન ક્યારે પણ વૃદ્ધ નથી થતું માત્ર શરીર વૃદ્ધ થાય છે.

મારા પતિએ મારા આ શોખને પૂર્ણ કર્યા છે

68 વર્ષીય રંજન નાયકે જણાવ્યું હતું કે, ગરબા અને ડાન્સ આ ઉંમરમાં કરવા પર મુશ્કેલીઓ તો થાય છે પરંતુ અમને ખૂબ જ ગમે છે નાનપણથી મને આનો ખૂબ જ શોખ હતો પરંતુ પિતાજીને આ ગમતું ન હોતું લગ્ન બાદ મારા પતિએ મારા આ શોખને પૂર્ણ કર્યા છે. આજ કારણ છે કે આ ઉંમરે હું ડાન્સ શીખુ છું.

તેમની જીજ્ઞાસા જોઈ તેમને પણ ઊર્જા મળે છે

આ ઉંમરમાં મહિલાઓને ડાન્સ શીખવનાર મીના મોદીએ જણાવ્યું હતું કે તેમના ડાન્સ એકેડમી 50 લઈને ૫૦ ની ઉમર સુધીની મહિલાઓ ગરબા અને ડાન્સ શીખવા માટે આવે છે આ ઉંમરમાં તેમની જીજ્ઞાસા જોઈ તેમને પણ ઊર્જા મળે છે તેમના ઉંમર પ્રમાણે ડાન્સ સ્ટેપ આપવામાં આવે છે તેઓએ અનેક રિયાલિટી શોમાં પણ ભાગ લીધો છે તેમના હાવભાવ ડાન્સના સ્ટેપ અને એક્સપ્રેશન જુના જમાનાની હીરોઈન જેવો હોય છે.

Last Updated : Sep 16, 2021, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details