ફોરવર્ડ જમ્પસ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ સ્થાપિતને સુરતનું વધાર્યું ગૌરવ સુરત :સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને ફિટનેસ ઇન્ડસ્ટ્રી સાથે છેલ્લા 15 વર્ષથી સંકળાયેલા ફિટનેસ એક્સપર્ટ મિતેશ માસ્ટરે હાલમાં એક કે બે નહીં પરંતુ ત્રણ રેકોર્ડસ સેટ કર્યો છે. પુશ અપ પોઝિશનને હોલ્ડ રાખી ફોરવર્ડ જમ્પસ મુશ્કેલ ગણાય છે. જોકે મિતેશ માસ્ટરે આ મુશ્કેલ કાર્યને ગણતરીના સેકન્ડમાં આવી રીતે કર્યું કે તેઓએ ત્રણ રેકોર્ડ સેટ કરી નાખ્યા છે.
નવો રેકોર્ડ કર્યો સેટ : પુશ અપ પોઝિશનને હોલ્ડમાં રાખી માત્ર 30 સેકન્ડમાં 65 જેટલા ફોરવર્ડ જમ્પસ કરીને મિતેશ માસ્ટર દ્વારા ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં નવો રેકોર્ડ સેટ કર્યો છે. મિતેશ માસ્ટરએ અત્યારે સુધી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડસ તેમજ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસમાં નવો રેકોર્ડ સેટ કર્યો છે.
ફિટનેસ એક્સપર્ટ તરીકે ટ્રેનિંગ આપે છે :સુરત માટે ગર્વની વાત છે કે, સુરતના યુવાન દ્વારા આ રેકોર્ડ સેટ કરવામાં આવ્યો છે. મિતેશ માસ્ટર ફિટનેસ એક્સપર્ટ તરીકે ટ્રેનિંગ આપે છે. એટલું જ નહીં ગુજરાત સ્પોર્ટ્સ એસોસિએશનમાં તેઓ ફિટનેસ કાઉન્સિલર તેમજ રેફરી તરીકે સેવા આપી રહ્યા છે. સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના નેજા હેઠળ તેઓ ગુજરાત પોલીસની ટીમને પણ ફિટનેસ અંગે સેમિનાર કરતા હોય છે.
આ પણ વાંચો :Vehicle Fitness : ભારતમાં પહેલા ઓટોમેટીક વેહિકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનનો 18મીએ પ્રારંભ, કોણ કરી રહ્યું છે જૂઓ
પોલીસ અને વિદ્યાર્થીઓ માટે ફિટનેસ સેમિનાર :મિતેશ માસ્ટરએ જણાવ્યું હતું કે, મેં ત્રણ પ્લેટફોર્મ પર અલગ અલગ રેકોર્ડ અચિવ કર્યા છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડસમાં 30 સેકન્ડની અંદર પુશ અપ પોઝિશનને હોલ્ડમાં રાખી 66 જેટલા ફોરવર્ડ જમ્પસ કર્યા. ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સના પ્લેટફોર્મ પર 30 સેકન્ડની અંદર પુશ અપ પોઝિશનને હોલ્ડમાં રાખી 65 જેટલા ફોરવર્ડ જમ્પસ કર્યા છે. નવી પેઢીને ફિટનેસ અંગે જાગૃત થાય અને હેલ્થને લઈ તેઓ પોતાના રોજિંદા જીવનમાં પ્રાથમિકતા આપે આ હેતુથી અનેક શાળાઓ કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ફિટનેસ સેમિનાર કરું છું.
આ પણ વાંચો :Vehicle Scrapping Policy: વાહન સ્ક્રેપ પૉલિસી અંતર્ગત રાજ્યમાં બનશે 204 ફિટનેસ સેન્ટર, સરકારે કરી જાહેરાત
અક્ષય કુમારની ફિલ્મ જોઈને મને પ્રેરણા મળી :તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રેકોર્ડ કરવાનો કોઈ મહત્વ ઉદેશ્ય ન હતો, પરંતુ કંઈક કરવું છે. પોતાની લાઈફમાં કારણ કે હું પહેલાથી જ ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં છું. ધોરણ ચારથી જ હું મારા પિતા સાથે માર્શલ આર્ટની ટ્રેનિંગ લેતો. અક્ષય કુમારની ફિલ્મ જોઈને મને પ્રેરણા મળી કે ફિટનેસ માટે કશું કરવું છે. નજીકના ભવિષ્યમાં બીજા રેકોર્ડ બનાવીને સુરતનું નામ ઉજવળ કરવાનું મારું લક્ષ્ય છે.