સુરત : શહેરમાં વધુ એક વ્યક્તિનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નિપજ્યાની ઘટના સામે આવી છે. શહેરમાં દિવસે દિવસે નવ યુવાનોમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજાવી રહ્યા છે. ખાસ કરીને કોરોના બાદ આ પ્રકારનું સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ મહિનાઓમાં સમગ્ર સુરતમાં અંદાજે 8 જેટલા યુવાનોના મૃત્યુ નીપજ્યા છે, ત્યારે ફરી એકવાર શહેરમાં એક યુવક સોડા પીતા પીતા જમીન પર ઢળી પડ્યા હતો. જોકે, તાત્કાલિક યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો.
શું છે સમગ્ર મામલો : કાપોદ્રા વિસ્તારના અર્જુન નગરમાં રહેતા 32 વર્ષીય યતીન મોવડીયા જેઓ એલઆઈસી, પાસપોર્ટ, વગેરે બનાવાનું કામ કરી પરિવારનું ગુજરાન કરતા હતા. તેઓ આજરોજ સવારે 8:30 વાગ્યેના અરસામાં પોતાના ઘર નજીક જ સોડાશોપને ત્યાં સોડા પીવા ગયા હતા. ત્યારે અચાનક જ સોડા પીતાં પીતાં જમીન પર ઢળી પડ્યા હતા. જમીન ઢળતા યુવક બેભાન થઇ ગયો હતો. જેથી તેમને સારવાર અર્થે તાત્કાલિક સ્થાનિકો દ્વારા જ 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. હાલ આ મામલે કાપોદ્રા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
યુવક જમીન પર ઢળી પડ્યો :આ બાબતે કાપોદ્રા પોલીસે જણાવ્યું કે, હા આવી ઘટના બની હતી. અમને સ્મીમેર હોસ્પિટલ પોલીસ ચોકી માંથી જાણ કરવામાં આવી છે. મૃતક કાપોદ્રા વિસ્તારમાં આવેલા DGVCL ઓફિસની આવેલ અર્જુન નગરમાં રહેતા 32 વર્ષીય યતીન મોવડીયા જેઓ એલઆઈસી, પાસપોર્ટ, વગેરે બનાવવાનું કામ કરી પરિવારનું ગુજરાન કરતા હતા. તેમનું પરિવાર અમદાવાદ ફરવા ગયું હતું. યતીન છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં એકલા રહેતા હતા. આજે સોડા શોપ પર સોડા પીવા ગયા અને ત્યાં જ સોડા પીતા જમીન પર ઢળી પડીને બેભાન થઇ ગયા હતા.