ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત સીટી બસે યુવકનો ભોગ લીઘો,ફર્સ્ટ એનિવર્સરી બની અંતિમ દિવસ - pandesara in surat

સુરત શહેરમાં સીટી (Surat youth dies city bus)બસોના ડ્રાઇવરોને કોઇ ભય જ રહ્યો ના હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. ફરી વાર સુરત BRTSના કારણે એક યુવકનું મોત થયું છે. આ દિવસ એક વર્ષ પહેલા આજે યુવકના લગ્ન.

આજના દિવસે થયા હતા લગ્ન, સુરત સીટી બસે યુવકનો જીવનનો દોર સમાપ્ત કર્યો
આજના દિવસે થયા હતા લગ્ન, સુરત સીટી બસે યુવકનો જીવનનો દોર સમાપ્ત કર્યો

By

Published : Dec 19, 2022, 2:20 PM IST

સુરતસીટી બસો બેફામ બની છે. સીટી બસોના (City buses inconvenient) કારણે મોતના આંકડાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. આ આંકડાને રોકવા માટે કોઇ કામગીરી કે તકેદારી રાખવામાં આવી રહી નથી. જેના કારણે ફરી બેદરકારી(Surat youth dies city bus) સામે આવી છે. અને સુરતમાં ફરી એક વખત પુર ઝડપે આવી રહેલી સીટીબસે એક યુવકનું ભોગ લીધો છે. ભેસ્તાન વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં (BRTS Surat City) રસ્તો ક્રોસ કરી રહેલા બે મિત્રો પૈકી એકને પુરપાટ(BRTS Route Surat) ઝડપે આવી રહેલા સિટીબસનાડ્રાઇવરેઅડફેટમાં લઈ લેતાં એક મિત્રનું મોત નિપજ્યું હતું. જેમાંથી એકનો બચાવ થયો છે.

બસમાં તોડફોડ અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ બસમાં (Surat youth dies city bus)તોડફોડ પણ કરી હતી. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા નવી કોલોની ખાતે રહેતા 24 વર્ષીય અભિમન્યુ રમેશ રાજ ગવાની મૂળ ઝારખંડના વતની હતો. અને મજુરી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. એક વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા. રવિવારે સાંજે અભિમન્યુ હમવતની મિત્ર બબલુ સાથે સામાન લેવા(BRTS Route Surat) માટે જઈ જતો હતો. બીઆરટીએસના રૂટમાંથી (BRTS Surat City)બન્ને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે કામરેજથી સચિન જીઆઈડીસી નાકા રૂટની બ્લ્યુ સિટી બસના ચાલકે અભિમન્યુને અડફેટમાં લઈ લીધો હતો. જેના કારણે અભિમન્યુને ગંભીરિજાઓ થઈ હતી. સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મૃત જાહેર કર્યોસારવાર કરી રહેલા ફરજ પરના ડોક્ટરોએ અભિમન્યુને મૃત જાહેર કર્યા હતો. પરિવારે જણાવ્યું હતું કે,સમગ્ર ભૂલ સીટી બસના ડ્રાઇવરની છે જ્યારે બંને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ બસ આવી ગઈ હતી બસ ને જોઈ અભિમન્યુએ હાથ ઉંચો કરી બસ ઉભી રાખવા ઈશારો કર્યો હતો. પરંતુ બસના ડ્રાઈવરે બસ અટકાવી ન હતી . પાંડેસરા પોલીસમાં થતી મળતી માહિતી મુજબ બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે આ ઘટના બની ત્યારે સ્થાનિકો પણ રોષે ભરાઈ ગયા હતા બસ પર પથ્થર મારો કરી તોડફોડ કરી હતી. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લોકોને વિખેરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details