ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: ઉધનામાં લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા યુવકનો મૃતદેહ મળ્યો, અંગત અદાવતમાં હત્યાનું અનુમાન - ઉધના પોલીસ સ્ટેશન

સુરતમાં ઉધના વિસ્તારમાં હત્યા કરાયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. કોઈકે અંગત અદાવતમાં તેની હત્યા કરી હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે. સાથે જ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Surat Crime: ઉધનામાં લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા યુવકનો મૃતદેહ મળ્યો, અંગત અદાવતમાં હત્યાનું અનુમાન
Surat Crime: ઉધનામાં લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા યુવકનો મૃતદેહ મળ્યો, અંગત અદાવતમાં હત્યાનું અનુમાન

By

Published : Mar 10, 2023, 7:12 PM IST

ઉધના પોલીસે શરૂ કરી તપાસ

સુરતઃશહેરમાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે. ત્યારે ઉધના વિસ્તારમાંથી 34 વર્ષીય યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. અહીં લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા 34 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે આસપાસના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃVadodara Crime : ઝાડી ઝાખરાંમાથી યુવાનો મળ્યો મૃતદેહ, હત્યાનું કારણ અકબંધ

ઉધનામાં યુવકની હત્યાઃ શહેરમાં હત્યાની ઘટનાઓ સામાન્ય હોય તેમ લાગી રહ્યું છે. દિવસેને દિવસે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. લોકો નાની નાની વાતે એકબીજાની હત્યા કરી રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાં આવેલ લક્ષ્મી નારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા 34 વર્ષીય યુવકની તીક્ષણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી. આવી હાલતમાં તેનો મૃતદેહ મળતા લોકોમાં ચર્ચા જોવા મળી હતી.

અંગત અદાવતમાં હત્યાનું અનુમાનઃઉધના પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો. ત્યારબાદ આ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. અત્યારે તો અંગત અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ મામલે પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચોઃAhmedabad Crime: ધૂળેટીના દિવસે સામાન્ય બબાલમાં યુવકની હત્યા, પોલીસે આરોપીને કર્યો જેલભેગો

મૃતક મૂળ ઉત્તરપ્રદેશનોઃ આ અંગે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, આજે સવારે પોલીસ કન્ટ્રોલ રૂમમાં મળેલી માહિતી અનુસાર, ઉધના પોલીસ સ્ટેશનની પીસીઆર વાન લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝના સી 134 નંબરમાં પહોંચી હતી. ત્યાં 34 વર્ષીય મહેન્દ્રનાથ શર્મા નામના વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. આ મૃતક યુવક ઈન્ડસ્ટ્રીઝમાં અમ્રોડેરીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. તેમ તે ઉત્તરપ્રદેશના કનૌજનો રહેવાસી હતી. એમની કોઈ સાથે ઝઘડો થવાના બાબતે હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી છે. સાથે જ પૂરાવા એકત્રિત કરવાની, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details