સુરતઃસુરતમાં ગણપતિ મહોત્સવ દરમિયાન અનેક લોકો સ્ટંટ (Young boy Performing Fire Stunts) કરતા હોય છે. પણ કોઈ પ્રકારની સુરક્ષા વગર સ્ટંટ કરનારા (Fire Stunt in Surat) લોકો માટે એક ચેતવણી રૂપ કિસ્સો સુરત શહેરના પર્વત પાટીયા (Surat Ganesh Chaturthi 2022) વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેના કારણે આસપાસના લોકોમાં પણ એક પ્રકારનું જીવનું જોખમ ઊભું થયું હતું. ગણપતિના આગમન સમયે ફાયર સ્ટંટ કરતો એક યુવક અચાનક ભડભડ બળવા લાગ્યો હતો. યુવાનની દીવાસળીથી ફાયર સ્ટંટ કરવો ભારે પડ્યો હતો.
ગણપતિ આગમન સમયે ફાયર સ્ટંટ કરવા જતા યુવાન ભડભડ બળ્યો - દીવાસળીથી ફાયર સ્ટંટ
મહારાષ્ટ્રની જેમ સમગ્ર ગુજરાતમાં પણ ધામધૂમથી ગણપતિબાપાનું આગમન કરવામાં આવી રહ્યું છે. મહાનગરમાં પંડાલમાં ગણેશ આવવાના શરૂ થઈ ગયા છે. પણ સુરતમાં ગણપતિના આગમન વખતે અનિચ્છનીય ઘટના બની છે. ગણપતિના આગમન વખતે ઘણા લોકો સ્ટંટ કરતા હોય છે. આ સ્ટંટ કરનારા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. Fire Stunts in Surat, Fire Stunt in Ganesh Chaturthi 2022, Ganesh Chaturthi Celebration Surat 2022
![ગણપતિ આગમન સમયે ફાયર સ્ટંટ કરવા જતા યુવાન ભડભડ બળ્યો ગણપતિ આગમન સમયે ફાયર સ્ટંટ કરવા જતા યુવાન ભડભજ બળ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16247846-thumbnail-3x2-fire.jpg)
આ પણ વાંચોઃ પંજાબના આડત્રીસ કિલો હેરોઈન કેસ સંદર્ભે કચ્છમાંથી બે શખ્સને પકડતી ગુજરાત એટીએસ
અફરાતફરી મચી ગઈઃ આ ઘટના સામે આવતા થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. યુવાનને ફાયર સ્ટંટ કરવું જીવ સામે જોખમ સમાન બની રહ્યું હતું. જ્યારે યુવાન દીવાસળીથી ફાયર કરવા ગયો ત્યારે અચાનક આગથી એનું શરીર ચપેટમાં આવી ગયું હતું. આસપાસ રહેલા યુવાને એનું ટી શર્ટ કાઢીને એને બચાવવા અને આગ ઠારવા માટે પ્રયાસ કર્યો હતો. આગમાં દાઝી જવાને કારણે યુવાનને સામાન્ય ઈજા પહોંચી છે. જ્યારે આ ઘટના બની ત્યારે ઢોલ નગારા વાગતા હતા. આ વીડિયો સામે આવતા ભલભલા લોકોના રૂંવાડા ઊભા થઈ જાય એવી આ ઘટના છે.