સુરત: સુરત માટે ફરી એક વખત ગૌરવનું ક્ષણ આવ્યું છે. સુરતના વિદ્યાર્થીઓ જે રીતે રમત ગમત હોય કે પછી અભ્યાસ ક્ષેત્રે પોતાનું નામ દેશ-વિદેશમાં રોશન કરી રહ્યા છે. તેજ રીતે શહેર પોલીસમાં ફરજ બજાવતી ચાર મહિલા પોલીસ કર્મીઓએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી એવોર્ડ મેળવી સુરત પોલીસનું દેશ અને રાજ્યમાં ગૌરવ વધાર્યું છે. આ તમામ મહિલા પોલીસ કર્મચારીઓને સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે અભિનંદન પાઠવી તથા અવિરત આ રીતે આગળ વધતા રહે તેની માટે શુભકામનાઓ પાઠવી છે.
મેડલ મેળવ્યા: સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન દિલીપભાઈ વસાવાએ ગત તારીખ 12 થી તારીખ 14 મે 2023 સુધી તમિલનાડુ ખાતે આવેલ તીરૂચિરાપલ્લીના અંદાવન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં આયોજીન કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ પાવરલિફ્ટીંગ ચેમ્પિયનશિપ 2023 માં 84+ માસ્ટર 1 માં ફુલ પાવર લિફ્ટિંગ બ્રોન્ઝ મેડલ મેળવી ત્રીજો ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સુરત શહેર પોલીસ તથા ગુજરાત પોલીસનું નામ ભારતભરમાં રોશન કર્યું છે. આ પહેલા પણ તેમણે સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2023 સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ સુરત ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ મેડલ મેળવ્યા છે.
બેન્ચ પ્રેસમાં પ્રમાણપત્ર: પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2023 માં 63 કે.જી. વુમન સિનીયરમાં પાવરલિફ્ટીંગ તથા બેન્ચપ્રેસમાં પ્રમાણપત્ર મેળવેલ છે.2. સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીલમ કુમારી રામપ્રસાદ મિશ્રાએ ગત તારીખ 12 થી તારીખ 14 મે 2023 સુધી તમિલનાડુ ખાતે આવેલ તિરુચિરાપલ્લીના અંદાવન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં આયોજીત નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2023 માં 63 કે.જી. વુમન સિનીયર માં પાવરલિફ્ટીંગ તથા બેન્ચપ્રેસમાં પ્રમાણપત્ર મેળવેલ છે.
ભારતભરમાં નામ રોશન:આ પહેલા તેમણે સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2023, સ્ટેટ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2023,ગુજરાત સ્ટેટ આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ-2023,ગુજરાત સ્ટેટ ડેડલિફ્ટ ચેમ્પિયનશીપ-2023 આ તમામ ચેમ્પિયનશિપમાં અલગ અલગ મેડલ મેળવ્યા છે. તે ઉપરાંત ઓપન ઇન્ટરનેશનલ સ્ટ્રેન્થ લીફટીંગ અને ઇન્કાલાયન બેન્ચ પ્રેસ-2023 અંતર્ગત નેપાળના કાઠમંડુ ખાતે વેઇટ કેટેગરી 65 માં પ્રમાણપત્ર પ્રાપ્ત કરી સુરત શહેર પોલીસ તથા ગુજરાત પોલીસનું નામ ભારતભરમાં રોશન કર્યું છે.
ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું:પાવર લિફ્ટિંગ તથા કબડ્ડી અલગ અલગ ઇનામ તથા ટ્રોફી પ્રાપ્ત કરેલ છે. સુરત પોલીસ અર્મ્સમાં ફરજ બજાવતી મહિલા પોલીસ લોક રક્ષક ભૂમિ હરજીભાઈ તલસાણીયાએ પાવર લિફ્ટિંગ તથા કબડ્ડી અલગ અલગ ઇનામ તથા ટ્રોફી પ્રાપ્ત કરેલ છે. વડોદરા ખાતે ગત તારીખ 18 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2023માં તેમણે ડેડલિફ્ટ સિલ્વર મેડલ, બેન્ચ પ્રેસ સિલ્વર મેડલ , ક્વાર્ટર સિલ્વર મેડલ મેળવેલ છે. તે સાથે જ અમદાવાદ ખાતે આયોજિત ઓપન કબડ્ડી 2023 માં પણ તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેડલ મેળવ્યા છે. ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2023, ગુજરાત સ્ટેટ ડેડલિફ્ટ ચેમ્પિયનશીપ 2023 પ્રેસ સિલ્વર મેડલ મેળવેલ તથા ડેડલિફ્ટ મા ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ની ટ્રોફી મેળવેલ છે. તે ઉપરાંત મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે ગત તારીખ 15 જાન્યુઆરી તારીખ 20 જાન્યુઆરી 2023 સુધી પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2023માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.
ચેમ્પિયનશીપમાં સિલેક્શન: સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિતિબેન નાનજી બેન પટેલ જે કેરેલામાં યોજાયેલ 9મી નેશનલ ડ્રેગન બોટ એન્ડ ટ્રેડીશનલ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ - 2022માં પસંદગી પામી તેમનું 14મી એશીયન ડ્રેગન બોટ ચેમ્પિયનશીપમાં સિલેક્શન કરવામાં આવ્યું હતું. જે થાઈલેન્ડ પટાયા ખાતે ગત તારીખ 16 થી તારીખ 22 નવેમ્બર 2022 દરમીયાન યોજાયેલ 14મી એશીયન ડ્રેગન બોટ ચેમ્પિયનશીપમાં ભારતની ટીમમાં પસંદગી પામી પ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ભારત દેશ માટે 2 કાસ્ય પદક જીતેલ છે.
- Surat Crime : દિવ્યાંગ બાળકીની હત્યાની આરોપી માતાનું મોત, સુરત લાજપોર જેલમાં હતી બંધ
- Surat News: સુરતમાં 30 વર્ષીય યુવકે ડમ્પર નીચે આવીને આપઘાત કર્યો
- Surat Crime: ક્રુરતાની હદ પાર, પતિએ કુકર્મ કર્યુ પત્ની, માતા-બેહન તથા સખીએ મરચાની ભૂકીનું પાણી ગુપ્તાંગમાં છાંટ્યું