ગુજરાત

gujarat

ETV Bharat / state

IND vs SA મહિલા T20: સુરતની પીચ ફીરકી માટે મદદ રુપ થઇ શકે! - બોર્ડ પ્રેસિડેન્ટની કેપ્ટન સુષ્મા વર્મા

સુરત: શહેરીજનો જેની અતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતાં. તે ઇન્ટરનેશનલ મેચનું સપનું હવે સુરતમાં સાકાર થવા જઈ રહ્યું છે. BCCI તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના ઉપક્રમે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે પાંચ T20 મેચની શ્રેણી રમાનાર છે, ત્યારે સુરતમાં બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે પીચમાં ભીનાશ છે.

etv bharat surat

By

Published : Sep 19, 2019, 6:09 PM IST

સુરતમાં એક તરફ સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે મેન્સની T20 મેચની સિરીઝ ચાલી રહી છે, ત્યારે મહિલા ટીમ T20 શ્રેણી માટે તૈયાર છે. સુરતના આંગણે પ્રથમ વાર ઇન્ટરનેશનલ મહિલા ક્રિકેટ શ્રેણી શુક્રવારથી શરૂ થશે. જો કે, શુક્રવારથી દક્ષિણ આફ્રિકા સાથે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનની ટીમ વચ્ચે ટક્કર થશે.

સુરત વુમન્સ T20 : વરસાદના કારણે પિચમાં ભીનાશ છે

ક્રિકેટના નિષ્ણાંતોના જણાવ્યાં મુજબ સાઉથ આફ્રિકાની ટીમનું પ્રદર્શન ખૂબ જ સારું છે. પ્રથમ વાર સુરત ખાતે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચના આયોજનને લઈ બંન્ને ટીમોએ સવારે પ્રેક્ટિસ કરી હતી. છેલ્લા બે દિવસથી સુરતમાં વરસાદના કારણે પીચ ભીની છે. જેને કારણે બંન્ને ટીમમાં અસમંજસ છે કે સ્પીનરોને વધારે મોકો આપીએ કે, ફાસ્ટ બોલરોને. બંને ટીમની મહિલા ખેલાડીઓ ગ્રાંઉન્ડ પર તનતોડ મહેનત કરી રહી છે. જો કે, સાઉથ આફ્રિકાની કેપ્તન સુને લુસ અને બોર્ડ પ્રેસિડેન્ટની કેપ્ટન સુષ્મા વર્માએ પોતાની ટીમની રણનીતિ અંગે કશું પણ કહેવા તૈયાર નથી. બંન્ને કેપ્ટન મેચ પહેલા પીચની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.

જો એક્સપર્ટનું માનીએ તો સુરતમાં ઘણા દિવસોથી વરસાદના કારણે પીચમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે સ્પીનરોને પીચ વધુ મદદગાર રહેશે. જે ટીમમાં સારા સ્પીનરો હશે. તે ટીમને જીતવાની વધુ શકયતા હશે.

ABOUT THE AUTHOR

...view details