ગુજરાત

gujarat

ETV Bharat / state

દીક્ષા નગરી સુરતમાં 100થી વધુ દિક્ષાર્થીનો સન્માન સમારોહ યોજાશે - સુરતના ડાયમંડ ઉદ્યોગ

સુરત: દીક્ષા નગરી સુરતમાં 100થી વધુ દિક્ષાર્થીનો સન્માન સમારોહ યોજવામાં આવશે. તારીખ 1 ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં પ્રથમવાર એકસાથે ત્રણ જગ્યા પરથી 130થી વધુ મુમુક્ષો દીક્ષા લઇ સંયમનો માર્ગ અપનાવશે. જ્યારે મુંબઇ ખાતે સુરતના હીરા વેપારીના 11 વર્ષીય પુત્ર તત્વ દીક્ષા લેશે.

surat
સુરત

By

Published : Jan 26, 2020, 4:28 PM IST

સુરત : શહેરમાં 100થી વધુ દિક્ષાર્થીનો સન્માન સમારોહ યોજવામાં આવશે. આ દીક્ષા કાર્યક્રમમાં એક સાથે 6 પરિવાર દીક્ષા લેશે. ત્યારે 20થી વધુ યુવક-યુવતીઓ છે કે, જેઓ ગ્રેજ્યુએટથી લઈ સીએ કરી ચૂક્યા છે. તેમાં કોઈ ડાયમંડ અને ટેક્સટાઇલના પરિવારમાંથી છે. તો કોઈ હાઈપ્રોફાઈલ જોબ કરે છે. તેમજ તા. 1 લી ફેબ્રુઆરી સુરતમાં જૈન ધર્મ માટે ખૂબ જ અગત્યનો પ્રસંગ રહેશે. કારણ કે, આ દિવસે સુરત ખાતે સૌથી વધુ મુમુક્ષો દીક્ષા લેવા જઈ રહ્યા છે.

જેમાં સુરતના વેસુ વિસ્તારમાં આચાર્ય વિજય શ્રેયાંશ પ્રભૂસુરીશ્વરજીના સાનિધ્યમાં 71 મુમુક્ષો જ્યારે પાલ રામ પાવન ભૂમિ ખાતે આચાર્ય અભય દેવસૂરીશ્વરજીના સાનિધ્યમાં 5 મુમુક્ષો ત્યારે પાલ ઓમકાસુરી આરાધના ભવન ખાતે 22 મુમુક્ષો આચાર્ય શ્રીયશોવીજયસુરીશ્વરજીના સાનિધ્યમાં દીક્ષા લેશે.

દીક્ષા નગરી સુરતમાં 100થી વધુ દિક્ષાર્થીનો સન્માન સમારોહ યોજાશે

આ ઐતિહાસિક દીક્ષા સમારોહમાં 10થી લઇ 84 વર્ષના ભાઈ બહેનો છે. જેમાંથી 10થી 17 વર્ષના 17 લોકો, 18થી 45 વર્ષના 40 અને 40થી વધુ ઉંમરના તમામ લોકો છે. આ દીક્ષા કાર્યક્રમમાં 20થી વધુ એવા યુવાનો છે, જે ગ્રેજ્યુએશન કરતાં વધુ ભણતર ધરાવે છે. એમાં કેટલાંક CA અને હાઇ પ્રોફાઇલ જોબ કરે છે.

જેમાં સૌથી નાની ઉંમરનો દિક્ષાર્થી 11 વર્ષની નાની ઉંમરે હીરા વ્યાપારીનો એકનો એક દીકરો તત્વ મુંબઈમાં 4 માર્ચના રોજ દીક્ષા લેશે. તેમાં તત્વે જણાવ્યું હતું કે, સંસારમાં આપણે પાપ જ કરીએ છીએ. તેમજ જે કોઈ પ્રવૃત્તિ છે. તે પાપની જ પ્રવૃત્તિ છે. તે માટે મારે કર્મ સામે લડવું છે. એટલે હું દીક્ષા લેવા જઇ રહ્યો છું. ત્યારે તત્વના પિતા દેવાંગ મોરખિયા સુરતમાં હીરાના બિઝનેસ સાથે જોડાયેલા છે. તેમનો એકનો એક દીકરો 11 વર્ષની ઉંમરમાં દીક્ષા લેવા જઈ રહ્યો છે.

આ દીક્ષા સમારોહમાં 50થી વધુ જૈન સાધુ-સાધ્વીઓ હાજર રહેશે. 528 વર્ષ બાદ ભારતમાં આટલી મોટી સંખ્યામાં દીક્ષા લેવાશે. આ તમામ લોકો દેશના આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રથી સુરત આવશે. આ દીક્ષાંત સમારોહમાં 9 જેટલા લોકો સુરતથી છે. દીક્ષા સમારોહ જોવા માટે 50 હજારથી વધુ લોકો હાજર રહેશે.

જેમાં દેશ-વિદેશના લોકો સામેલ છે. સૌથી અગત્યની વાત છે કે, આ દીક્ષાંત સમારોહમાં 6 એવા પરિવાર છે. જે તમામ સભ્યોની સાથે દીક્ષા લેશે. જેમાં સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલો પરિવાર પણ છે.

ABOUT THE AUTHOR

...view details