નાગપુર ખાતે1 થી 4 ડિસેમ્બર દરમ્યાન યોજાયેલી આ ઓલ ઈન્ડિયા નેશનલ ટુર્નામેન્ટમાં 35+ સિંગલ્સ મેન્સ કેટેગરીમાં ગુજરાતના નામે પ્રથમવાર આ ચેમ્પિયનશિપનો તાજ આવ્યો છે. મહારાષ્ટ્ર ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા યોજાયેલી આ ઓલ ઈન્ડિયા માસ્ટર રેન્કિંગ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી કુલ 64 ટોપ રેન્કર્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરતના વિવેક ઓઝાએ ચંદીગઢના ગયા વર્ષના ચેમ્પિયનને હરાવીને 21-16, 21-16ના સ્કોરથી ચેમ્પિયનશિપ મેળવી હતી.
ઓલ ઈન્ડિયા માસ્ટર રેન્કિંગ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સુરતના વિવેક ઓઝા ચેમ્પિયન - Champion conscience
સુરત: તાજેતરમાં મહારાષ્ટ્ર ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા નાગપુર ખાતે ઓલ ઈન્ડિયા માસ્ટર રેન્કિંગ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં સુરતના વિવેક ઓઝાએ ચંદીગઢના ચેમ્પિયનને હરાવીને ચેમ્પિયનશિપ મેળવી હતી.
2008 થી લઈને 2012 સુધી સતત 4 વર્ષ સુધી ગુજરાત મેન્સ સિંગલ્સ ચેમ્પિયન રહેનાર વિવેક ઓઝા 10 વર્ષની ઉંમરથી જ બેડમિન્ટન રમે છે. એટલે કે, બેડમિન્ટનમાં તેમને 27 વર્ષનો અનુભવ છે.
ચેમ્પિયન વિવેક ઓઝાએ જણાવ્યું હતું હું 18વર્ષનો હતો, ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. તેમની ઈચ્છા મને સ્ટેટ ચેમ્પિયન જ નહીં પરંતુ નેશનલ ચેમ્પિયન તરીકે જોવાની હતી. આર્થિક તંગી હોવા છતાં પરીવારનો અને મોટાભાઈના સ્પોર્ટ મળ્યો. જેને કારણે પિતાની ઈચ્છા હું પુરી કરી શક્યો છું. આ ટુર્નામેન્ટમાં પ્રથમ બંને સેટ જીતી જતા ત્રીજો નિર્ણાયક સેટ રમવાની જરૂર જ પડી ન હતી અને મેં ચાંદીગઢના ચેમ્પિયનને હરાવીને આ ટ્રોફી હાંસલ કરી હતી.