સુરત:કર્ણાટકમાં થનારી વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષના ધર્મના બેનર હેઠળ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આક્ષેપબાજી આખલા યુદ્ધ વચ્ચે એકબીજા પર શાબ્દિક વાર કરી મતના મુદ્દાને વિસ્તારી રહ્યા છે. જેમાં ધાર્મિક મામલાનો ઉલ્લેખ કરીને લોકો સામે વાયદાનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. બજરંગ દળ ઉપર પ્રતિબંધ મૂકવાનો મામલો ચૈત્ર મહિનાના ઉનાળા જેટલો ગરમાયો છે. બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક નિરજ દૌનેરીયા એ આ મામલે કોંગ્રેસ સામે મોટા નિવેદન આપી દીધા છે. છેક ભાગલા પડાવવા સુધીના પાસાંઓ ઉલ્લેખી કોંગ્રેસ ખોટી રાજનીતિ કરી રહી છે, એમ એનું કહેવું છે. જોકે, આમાં આખા કેસમાં કર્ણાટકમાં યોજાનારી ચૂંટણી જ મુખ્ય છે.
"કોંગ્રેસ ધર્મના આધાર ઉપર દેશનું વિભાજન કરાવ્યું તેઓની નીતિ કેવી હશે. હિન્દુ અને મુસ્લિમો ને કઈ રીતે અલગ કરી શકાય તેની શરૂઆત જ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. અને આજદિન સુધી કરી રહી છે. કર્ણાટકમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં ચૂંટણી લડવી જોઈએ જે મુદ્દાઓ છે. તે લોકો સમક્ષ મુકવા જોઈએ.તેને બદલે પીએફઆઈ અને બજરંગદળ ઉપર પ્રતિબંધ મૂક્યો એટલે કે કોંગ્રેસ દુનિયાની સામે ઝુઠું બોલિયા છે"--નિરજ દૌનેરીયા (બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક)
પ્રતિબંધની માંગ: પીએફઆઈ ઉપર પ્રતિબંધ તો ગૃહ મંત્રાલય દ્વારા લગાવી દેવામાં આવ્યો જ છે. બજરંગ દળ ઉપર પ્રતિબંધ મુકવાનો એમનો અધિકાર નથી. આ રીતે ખોટું બોલીને મુસ્લિમ વોટ માટે કોંગ્રેસે બજરંગદળ પ્રતિબંધની માંગ કરે છે.આ કોંગ્રેસ પાર્ટી ને ભારી પડશે.અને આ મામલે બજરંગદળ દ્વારા ચંદીગઢમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.જેમાં 100 કરોડ રૂપિયાની માનહાની નો દાવો કરવામાં આવ્યો છે. આજ પ્રકારના કેસ આગળ દિવસોમાં કોંગ્રેસ પાર્ટી ઉપર કરવામાં આવશે.
આ પણ વાંચો |