સુરત : દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ પેહલા માવઠાની આગાહી કરવામાં આવી હતી. તેવી જ રીતે ગતરોજ સુરતમાં દિવસ ભર તાપમાનમાં આંશિક વધારો નોંધાયો હતો. આખો દિવસ લોકોએ ભારે બફાટનો અનુભવ કર્યો હતો. જોકે ત્યારબાદ સાંજ પડતાની સાથે જ વાતાવરણમાં અચાનક પલટો આવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. જોકે વરસાદ વરસતા વાતાવરણમાં સારી ઠંડક પણ પ્રસરી હતી. લોકોને ગરમીથી રાહત પણ મળી છે. પરંતુ આ કમોસમી વરસાદને લીધે ખેડૂતોની ચિંતા વધારી છે.
કમોસમી વરસાદને રોગોના વધારો થવાની શક્યતા :હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરતું આ કમોસમી વરસાદને કારણે ડબલ સિઝન ચાલી રહી હોય ત્યારે રોગોના પ્રમાણમાં પણ વધારો થઈ શકે તેવી શક્યતાઓ હોય છે. શરદી, તાવ, ઉધરસના દર્દીઓની સંખ્યા વધી છે. ત્યાં ફરી ગરમી અને માવઠાની આગાહીથી ઋતુજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
આ પણ વાંચો :Unseasonal Rain: સંઘપ્રદેશમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસ્યો વરસાદ