સુરતઃશહેરમાં ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે પોલીસ વધુ સતર્ક બની ગઈ છે. આવામાં શહેરની ઉમરા પોલીસે પીપલોદ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. પોલીસે કારમાંથી 7.65 લાખનો દારૂ અને કાર મળી કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. આ કેસમાં કૉંગ્રેસનાં પૂર્વ મહિલા નેતા મેઘના પટેલની સંડોવણી બહાર આવી હતી, જેથી પોલીસે મેઘના પટેલની પણ ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃVadodara Crime News : વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો
પીપલોદમાંથી દારૂ ઝડપાયોઃમળતી માહિતી અનુસાર, ઉમરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, પીપલોદ વિસ્તારમાં કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે વખતે પીપલોદ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી અંદાજિત 7.65 રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે લલિતભાઈ નામના ઈસમની ધરપકડ કરી હતી. તેમ જ આ કેસમાં પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ મહિલા મોરચાનાં ઉપપ્રમુખ મેઘના પટેલની સંડોવણી બહાર આવતા પોલીસે તેને પણ ધરપકડ કરી હતી.