સુરતના ઉધના વિસ્તારમાં 45 વર્ષિય કવિતા ગૌસ્વામી નામક મહિલા શિક્ષકે ચોથા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. કવિતા ગૌસ્વામી સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા. જો કે આ શિક્ષિકા બે સંતાનોની માતા હતી.
માનસીક બીમારીથી કંટાળી શિક્ષિકાએ ચોથા માળેથી લગાવી મોતની છલાંગ - police
સુરતઃ શહેરમાં આવેલા ઉધના વિસ્તારમાં રહેતા એક મહિલા શિક્ષકે ચોથા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. 45 વર્ષિય કવિતા ગૌસ્વામી પોતે સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા.
સુરત ઉધનામાં મહિલા શિક્ષકનો આપઘત,
આ ઘટનાની પ્રાથમિક તપાસમાં મહિલા શિક્ષક પાસેથી મળી આવી સ્યુસાઇડ નોટ મળી આવી છે. સ્યુસાઈડ નોટમાં આત્મહત્યાનું કારણ છેલ્લા ત્રણ માસથી માનસિક બીમારીથી કંટાળીને પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
સ્યુસાઇડ નોટમાં શિક્ષિકા દ્વારા " મારા વ્હાલા સૂરજ" પુત્રના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતી તેમજ મારા આપઘાત કરવા પાછળ મારા ઘરવાળાઓનો કોઈનો વાંક નથી મેં મારી બીમારીથી કંટાળી આપઘાત કર્યો છે.”