સુરત ઉધના પોલીસે વૃદ્ધોને રીક્ષામાં બેસાડી તેમના ઘરેણાં ચોરતી ગેંગની ધરપકડ કરી સુરત: ઉધના પોલીસે વૃદ્ધોને રીક્ષામાં બેસાડી તેમના ઘરેણાં ચોરતી ગેંગની ધરપકડ કરી છે. આ ગેંગમાં બે મહિલા સહિત ચાર લોકોને ઝડપી પાડયા છે. જેમાં આ ગેંગ દ્વારા વિસ્તારમાં લૂંટારૂ અને ચોરોનો ભય આપી એકલી વૃદ્ધાઓને રીક્ષામાં બેસાડી લેતા હતા. પોત પોતાના ઘરેણાં કાઢી રૂમાલમાં મૂકી દેતા હતા.
"ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસ દ્વારા એક ગેંગની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગેનો મુખ્ય આરોપી અસ્પાક ગોલ્ડન જેઓ પોતાના ઓટો રિક્ષામાં જતો અને એમની સાથે તેમના ત્રણ સાગરિતો તેઓનું નામનરગીશ ઇકબાલ શેખ, કરણ બાબુલ, અને મુમતાજ શેખ એમ આ ચારે લોકો રિક્ષામાં બેસી રહેતા હતા. ત્યારબાદ તેઓ કહેતા હતા કે આ વિસ્તારમાં પહેરેલા ઘરેણાં સેફ નથી તમે કાઢીને આ રૂમાલમાં મૂકી દો."-- ભગીરથસિંહ ગઢવી ( સુરત પોલીસના ઝોન 2ના ડીસીપી)
મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી: ઉપરાંત આ ગેંગ દ્વારા મહિલાઓને એમ પણ કહેતા હતા કે, મેં તમારા કિંમતી દાગીના બચાવ્યા કહી વૃદ્ધાઓ પાસે આશીર્વાદ પણ માંગતા હતા. ચોરેલો તમામ મુદ્દામાલ મુખ્ય આરોપી અસ્પાક રાખતો હતો. જ્યારે સામેલ અન્ય લોકોને હાજર અથવા બે હજાર આપી દેતો હતો. અસ્પાક વિરૂધ્ધ સુરત શહેરમાં અને ભરૂચમાં પણ ચોરી અને છેતરપિંડીના ગુનાઓ નોંધાયા છે. હાલ પોલીસે રિક્ષા સહિત ઘરેણાં મળી કુલ 2 લાખ 44 હાજરનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
1 લાખ 60 હજાર થાય:વધુમાં જણાવ્યું કે, આ ગેંગનો મુખ્ય આરોપી માસ્ટર માઇન્ડ અસ્પાક ગોલ્ડને જેઓ આ કામ માટે પોતાના અન્ય ત્રણ સાગરીતોને એક થી બે હજાર રૂપિયા આપતો હતો. એટલે જે પણ ઘરેણા તે વેચતો હતો તેના પૈસા તે પોતે જ રાખતો હતો. આ ગેંગ પાસેથી પોલીસે અત્યાર સુધીમાં કુલ 2 લાખ 44 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ઘરેણાંની કિંમત 1 લાખ 60 હજાર થાય છે.
- Surat Crime: પ્રેમીએ પ્રેમિકાને મળવા માટે હોટલમાં બોલાવી અને ગળા પર ફેરવી દીધી ચાકુ, આરોપી પ્રેમીની ધરપકડ
- Surat News: 'શોધ' યોજના અંતર્ગત રિસર્ચ ફેલોશિપ પ્રાપ્ત કરવામાં વીર નર્મદ દ. ગુ. યુનિવર્સિટી મોખરે