સુરત: વરાછાના એલ.એચ રોડ ખાતેના દીનદયાળ નગર ઝુંપડપટ્ટીમાં રહેતા આશા પ્રતાપભાઈ અને મીના ગોરધનભાઈ બુડીયા શાકભાજી વેચવાનું કામ કરે છે. શાકભાજી વેચતી બે મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી સુરત મ્યુનિસિપલ કમિશ્નર બછા નિધી પાણીએ જણાવ્યું હતું કે શહેરમાં શાકભાજી વેચતા તમામ લારીવાળાઓના ટેસ્ટ કરવામાં આવશે.
સુરત: શાકભાજી વેચતી બે મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - corona virus gujarat
સુરત શહેરમાં શાકભાજી વેચતી બે મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેના ટેસ્ટ પોઝિટિવ આવતા શાકભાજી વેચનારા તમામ ફેરિયાઓનું મેડિકલ સ્ક્રિનિંગ કરવાનો નિર્ણય પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. શુક્રવારે કોરોનાના 21 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. સુરત અને જિલ્લામાં મળી કોરોના પોઝિટિવના કુલ 112 કેસ નોંધાયા છે.
શુક્રવારે સવારે 9 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા બાદ સાંજે વધુ 12 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.સવારે સિવિલના ડોકટર સહિત 7 વર્ષીય બાળકીનું કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો.જયારે સાંજે 12 પૈકી 4 દર્દીઓ માનદરવાજા વિસ્તારના, 2 દર્દીઓ જહાંગીરપુરાના, 2 પાંડેસરા, ગોલવાડ રૂસ્તમપુરા ઉધના સલાબતપુરાના 1-1 દર્દીઓ નોંધાયા છે.સ્મીમેર હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યુ છે.પહેલા દિવસે 45 સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા છે.
શનિવારે રેપીટ ટેસ્ટિંગ કીટ આવી જશે જેથી ટેસ્ટિંગની સંખ્યા વધી જશે.