સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સુરતના મેમણ સ્કૂલના ઓટોરિક્ષાનો વીડીયો જોઈ દરેક વાલીઓને ચિંતા થાય છે. વીડિયોમાં કેદ થયેલા દ્રશ્યો ભવિષ્યમાં ક્યારેક પણ દુર્ઘટનામાં પરિવર્તિત થઈ શકે છે. જેની ગંભીરતાને ધ્યાને લઇને સુરત ટ્રાફિક પોલીસના એસીપી ચૌહાણ દ્વારા શાળાના સંચાલકો અને વાલીઓ સાથે મીટીંગ યોજી હતી.
સુરત ટ્રાફિક પોલીસે બાળકોની સલામતીને લઇ શાળાના સંચાલકો તથા વાલીઓ સાથે મીટીંગ યોજી - ઓટોમાથી 20 જેટલા વિદ્યાર્થીઓ
સુરત: ચોકબજાર વિસ્તારમાં એક રીક્ષાચાલકે અડધો કલાસ ઓટોમાં આવી જાય એટલા વિદ્યાર્થીઓ બેસાડીને સ્કૂલ લઈ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ સુરત ટ્રાફિક પોલીસના જવાનોએ તપાસ કરતા ઓટોમાથી 20 જેટલા વિદ્યાર્થીઓ મળી આવ્યા હતાં. જે તમામને પોલીસે બહાર કાઢયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શાળાના સંચાલક અને વાલીઓ સાથે મીટીંગ યોજી હતી અને કાયદાનું પાલન કરવા અંગે સુચના આપવામાં આવી હતી. જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ન સર્જાઇ.
સુરત ટ્રાફિક પોલીસે બાળકોની સલામતીને લઇ શાળાના સંચાલકો તથા વાલીઓ સાથે મીટીંગ યોજી
આ મીટીંગમાં જણાવ્યું હતુ કે, વાલીઓ અને ઓટો રિક્ષા ચાલકો સાથે મળીને એક ફી નિર્ધારિત કરે જેથી ઓટો રિક્ષા ચાલકો વધારે બાળકોને બેસાડે નહીં, સાથે સાથે પોલીસે ચેતવણી પણ આપી હતી.15મી ઓક્ટોબર બાદ નવા કાયદા મુજબ પોલીસ કાયદાકીય પગલાં પણ ભરશે.