સુરત : ચોમાસુ આવતાની સાથે જ છેલ્લા એક સપ્તાહમાં ટામેટાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં, છૂટક બજારમાં તેની કિંમત 80થી 120 રૂપિયા સુધી પહોંચી ગઇ છે, જ્યારે જથ્થાબંધ બજારમાં તે 65થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. આ સપ્તાહની શરૂઆતમાં જથ્થાબંધ બજારમાં તેની કિંમત 30થી 35 રૂપિયા હતી. આ રીતે એક સપ્તાહમાં ટામેટાના ભાવ બમણા થઈ ગયા છે. ઉત્પાદનમાં એકાએક ઘટાડાને કારણે ટામેટાના ભાવમાં ઉછાળો આવ્યો છે. આકરી ગરમી, વરસાદમાં વિલંબ અને ખેડૂતોની ઉદાસીના કારણે ટામેટાના ભાવમાં વધારો થયો છે.
Surat Tomato Price : ટામેટા થયા લાલ, સુરતની બજારમાં એક સપ્તાહમાં બમણા ભાવ - Surat Sardar market Tomato price
ગુજરાતમાં ટામેટાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. ઉત્પાદન ઓછું આવતા માત્ર એક સપ્તાાહમાં જ ટામેટાના ભાવ બમણા થઈ ગયા છે. 1300 રૂપિયા મણ ભાવે ટામેટા વેચાઈ રહ્યા છે. ટામેટા અન્ય રાજ્યોમાંથી સુરતમાં આવી રહ્યા છે.
આજથી એક મહિના પહેલા ટામેટાનો ભાવ 10થી 12 રૂપિયા કિલો હતો. તે સમય દરમિયાન ઘણા ખેડૂતોને વ્યાજબી ભાવ ન મળતા તેઓએ માલ ઉખાડી નાખ્યો હતો અને તેમાં તેઓને ટ્રાન્પોર્ટ ખુબ જ મોઘું થતું હતું. જે પ્રકારે ગત મહિનાઓમાં હિટવેવના કારણે ઘણા ટામેટામાં રોગ પણ લાગી ગયા હતા. જેમાં ખાસ કરીને કરપટ નામનો રોગ લાગી જાય એમાં પાન ખરી પડે છે. પછી એક બે વખત ટામેટા આપે અને મરી જાય જેને કારણે ઘણા બધા ટામેટાઓ ખરાબ થઇ ગયા હતા અને તેનું ઉત્પાદન હાલ ખુબ જ ઓછું છે. - ભારતભાઈ (સરદાર માર્કેટના ટામેટાના વેપારી)
હાલ ક્યાંથી આવે છે ટમેટા : વધુમાં જણાવ્યુ કે, મહારાષ્ટ્રમાં હાલ વાયરસના હિસાબે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. હાલના સમયમાં સાઉથ બાજુથી આવતા ટામેટાનો માલ આવી રહ્યો છે. જેમાં કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશથી ટામેટાઓ આવી રહ્યા છે. તે પણ આ વખતે એક મહિનો લેટ છે. આજે બજારમાં ટામેટા કોલેટી પ્રમાણે 40 રૂપિયાથી લઈ 60- 65 રૂપિયા કિલો સુધી મળી રહ્યા છે, પરંતુ જે પ્રકારે સારો માલ જોઈએ તે પ્રકારે આવતો નથી. જેને કારણે વેચાણ પણ ખુબ જ લિમિટેડ થાય છે. એમાં ગરીબ વર્ગના લોકો તો ના ખાઈ શકે એવી પરિસ્થિતિ છે. સમગ્ર ભારતમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે.