ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત પોલીસ પર પથ્થરમારો, કમિશનર આર.બી બ્રહ્મભટ્ટે કરી સ્થળ મુલાકાત - Surat threw at the police

સુરતના પાંડેસરા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે પોલીસ પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ સુરત શહેર પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટ સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશ્નરે સ્થાનિક કોર્પોરેટર સાથે ઘટના અંગે ચર્ચા કરી હતી. લોકો પોતાના વતન તરફ હિજરત ન કરે તે માટે સ્થાનિક કોર્પોરેટર સાથે મળી કમિશ્નરે સમજાવવા માટે સૂચન કર્યું હતું.

સુરત પોલીસ પર પથ્થરમારો, કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટ દ્વારા સ્થળ મુલાકાત
સુરત પોલીસ પર પથ્થરમારો, કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટ દ્વારા સ્થળ મુલાકાત

By

Published : Mar 30, 2020, 8:12 PM IST

સુરતઃ જિલ્લામાં લોકડાઉનના પગલે ધંધા રોજગારો બંધ થઈ જતા શ્રમિક તેમજ પરપ્રાંતના લોકો પોતાના વતન તરફ વળી રહ્યા છે. અન્ય લોકોને કોરોનાનો ચેપ ન લાગે તે માટે સરકારે હિજરત કરતા લોકોને અટકાવવા પોલીસને સ્પષ્ટ નિર્દેશ આપી દીધા છે.

સુરત પોલીસ પર પથ્થરમારો, કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટ દ્વારા સ્થળ મુલાકાત

જેને લઈ પાંડેસરાના ગણેશ નગર ખાતેથી કેટલાક લોકો પોતાના વતન તરફ જવા નીકળ્યા હતા. જે સમયે પોલીસ દ્વારા આ ગામડા તરફ જતા લોકોને અટકાવવા જતા મામલો તંગ બનતા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

જ્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓની ગાડીના કાફલા પર પણ પથ્થરમારો કરાતા વાહનોમાં ભારે નુકશાન થયું હતું. ઘટના બાદ પોલીસે સ્થિતિને કાબુમાં લઈ કેટલાક લોકોની અટકાયત કરી હતી. તે દરમિયાન સુરત પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટે ઘટનાની ગંભીરતા જોઈ જાતે સ્થળ મુલાકાત કરી હતી.

બીજી તરફ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિનગ વધારી દેવામાં આવ્યું હતું. રેપીડ એક્શન ફોર્સ તેમજ એસઆરપીની સાથે સ્થાનિક પોલીસના જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details