ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના કઠોદરા ગામે ધડાકા થયા, નજીવી બાબતે ફાર્મ હાઉસ માલિકે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું - Comrade fired three rounds

સુરતના કઠોદરા ગામે નજીવી બાબતે ફાયરિંગ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કઠોદરા ગામે બે પરિવાર વચ્ચે નજીવી બોલચાલ બાદ એક શખ્સે રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. આ મામલે પોલીસે બંને પક્ષના લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણો સમગ્ર મામલો...

સુરતના કઠોદરા ગામે ધડાકા થયા
સુરતના કઠોદરા ગામે ધડાકા થયા

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 4:44 PM IST

Updated : Dec 18, 2023, 5:23 PM IST

નજીવી બાબતે ફાર્મ હાઉસ માલિકે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

સુરત :કામરેજ તાલુકાના કઠોદરા ગામ ખાતે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. કઠોદરા ગામમાં મોડી સાંજે બે પરિવાર વચ્ચે સામાન્ય બબાલમાં એક શખ્સે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ અંગે માહિતી મળતા પોલીસે બંને પરિવારના ત્રણ-ત્રણ સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

નજીવી બાબતે બબાલ : આ અંગે મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાના કઠોદરા ગામ ખાતે ગત મોડી સાંજે એક ફાર્મ હાઉસના માલિક અશોક ડાખરા પોતાના ફાર્મ બહાર રોડ પાસે કોના કોર્પસ વૃક્ષનું કટિંગ અને વૃક્ષ ફરતે નેટ લગાવી રહ્યા હતા. કાપેલા વૃક્ષની ડાળખીઓ રોડ પર પડતા રોડ બંધ થયો હતો. આ દરમિયાન રોડ પરથી બાઈક પર પસાર થઈ રહેલા ત્રણ યુવકોએ 'રોડ કેમ બંધ કર્યો છે' કહી ફાર્મ હાઉસના માલિક સહિત કામ કરી રહેલા વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી હતી.

બનાવની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ બનાવમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું છે. પોલીસે હાલ આગળની તજવીજ હાથ ધરી છે. -- નિધિ ઠાકુર (ASP, સુરત ગ્રામ્ય પોલીસ)

ત્રણ રાઉન્ડ ફાયરિંગ :નજીવી બોલચાલ બાદ ત્રણેય યુવાનો ત્યાંથી ચાલ્યા ગયા હતા. પરંતુ થોડા સમય પછી ત્રણેય યુવાનો અન્ય મિત્રો સાથે ફરીથી ફાર્મ હાઉસ પર ગયા હતા. ત્યાં ફાર્મ હાઉસના માલિક સહિત હાજર પરિવારના લોકો સાથે ઝપાઝપી કરી હતી. આથી ગભરાઈ ગયેલા ફાર્મ હાઉસના માલિકે પોતાની લાઈસન્સ વાળી રિવોલ્વરમાંથી યુવાનને ડરાવવા માટે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

છ શખ્સ વિરુદ્ધ ફરિયાદ : ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પરિસ્થિતિનો તાગ મેળવી તપાસ શરૂ કરી હતી. મોડી રાત્રે પોલીસે બંને પક્ષના ત્રણ-ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ બંને પક્ષના લોકોને નોટિસ ફટકારી હતી. પોલીસે ઘટનાસ્થળેથી સીસીટીવીનું ડીવીઆર પણ કબજે લીધું અને ફાયરિંગ કરેલી રિવોલ્વર પણ કબજે લીધી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  1. અમેરિકામાં લૂંટના ઈરાદે ફાયરિંગ; ગુજરાતી યુવાન 46 દિવસ બાદ જીવન સામેનો જંગ હાર્યો
  2. દંતેશ્વરમાં પત્ની પર થયેલ ગોળીબારની ઘટનામાં 'વળાંક', પતિ એ જ બેડરુમમાં કર્યુ હતું ફાયરિંગ
Last Updated : Dec 18, 2023, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details