સુરત : આમ તો દક્ષિણ ગુજરાતમાં મોટે ભાગે ખેડૂતો શેરડી અને ડાંગરના (Surat Thailand Guava Cultivation) પાકની ખેતી કરે છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતો કંઈક અલગ પ્રકારની અને અનોખી ખેતી કરવા પાછળ વળ્યાં છે. શેરડી, ડાંગર જેવા પાકની ખેતી તો સૌ ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે સુરતના માંગરોળ તાલુકાના ગીઝરમ ગામના ખેડૂતે કંઈક અલગ જ કરવાની નેમ સાથે પોતાના 22 વીઘાના ખેતરમાં થાઈલેન્ડના 1kg ના નામથી ઓળખાતા જમરૂખની ખેતી કરી છે. ખેડૂત રણધીરસિંહ આડમારે પોતાના ખેતરમાં 7 હજાર જેટલા થાઈલેન્ડના જમરૂખના છોડ વાવ્યા છે, ત્યારે ગીઝરમ ગામના ખેડૂત જમરૂખની ખેતીમાં સારી મહેનત કર્યા બાદ મબલક પાકનું ઉત્પાદન મેળવી રહ્યા છે અને આ ખેતી કરવામાં તેઓ સફળ પણ રહ્યા છે. (Thailand Guava Cultivation in Gijram Village)
જમરૂખનું વેચાણખેડૂત રણધીરસિંહ આડમારે થાઈલેન્ડના જમરૂખના પહેલા 600 છોડ લાવીને બનાવ્યા. જે ખેતી તેમને સારી લાગતા 1 વર્ષ બાદ તેમણે નવા 6400 છોડ બનાવ્યા. હાલ તેમણે તેમના 22 વીઘા ખેતરમાં થાઇલેન્ડના 1kg જાતના 7000 જેટલા છોડ વાવ્યા છે અને તમામ છોડ ઉપર જમરૂખનો પાક આવવાનો પણ શરૂ થઈ ગયો છે. જમરૂખની સીઝન શરુ થતા જ દરરોજ 150 જેટલા કેરેટ જમરૂખ ઉતારવામાં આવે છે. આ તમામ જમરૂખ સુરત શહેરમાં મોકલવામાં આવે છે. શહેરમાં 35 જેટલી લારીઓ મુકવામાં આવી છે, ત્યારે આ લારીઓ પર આ જમરૂખનું વેચાણ કરી ખેડૂત સારી કમાણી કરી રહ્યા છે. (Cultivation of Guava)
જમરૂખની સાઈઝ મોટીસામાન્ય જમરૂખ કરતા આ જમરૂખનું વજન અને સાઈઝ પણ ખૂબ મોટી છે. આમ તો રેગ્યુલર જમરૂખનું વજન 50થી 100 ગ્રામ જેટલું હોય છે, ત્યારે થાઇલેન્ડના આ જમરૂખનું વજન 800થી 1KG જેટલું હોય છે, સામાન્ય જમરૂખનો ભાવ 20 રૂપિયા કિલો હોય છે, ત્યારે આ થાઈલેન્ડના જમરૂખનો બજારમાં ભાવ 80થી 100 રૂપિયા કિલો છે. આ જમરૂખનો પાક મેં થી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે, જ્યારે સપ્ટેમ્બર પછી ફળ આવવાનું શરૂ થાય છે. મેં મહિના સુધી જમરૂખનું ઉત્પાદન લઈ શકાય છે. (Guava plants)