સુરત : ટેક્સટાઇલ ઉદ્યોગને 15 હજાર કરોડથી પણ વધુનુ નુકસાન થયું છે. કોરોના કાળમાં બહારના વેપારીઓ પણ સુરતમાં આવી વેપાર કરવાથી ભયભીત છે. ત્યારે સુરતના વેપારીઓએ ઓનલાઇન માધ્યમોથી વેપાર શરૂ કર્યો છે. મંદીનો સામનો કરી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગ માટે હવે ઓનલાઈન સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
સુરત કાપડના વેપારીઓએ ઓનલાઇન માધ્યમોને વેપાર શરૂ કર્યો વેપારીઓ સુરત વેપાર માટે આવી રહ્યા નથીજીએસટી અને ત્યાર બાદથી જ સુરત ટેકસટાઇલ ઉદ્યોગને અત્યાર સુધી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ખાસ કરીને લોકડાઉન ટેક્સટાઇલ માર્કેટ સંપૂર્ણપણે બંધ રહેતા વેપારીઓની સ્થિતિ દયનીય બની ગઇ હતી. હાલ પણ કોરોનાના કારણે અન્ય રાજ્યોથી વેપારીઓ સુરત વેપાર માટે આવી રહ્યા નથી. સંક્રમણ વધવાના ભયથી પણ SOP પાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે. ત્યારે વેપારને આગળ લઇ આવવા ઓનલાઇન માધ્યમનો સહારો વેપારીઓ લઈ રહ્યા છે. ઇમેલ, વોટ્સએપ અને ઓનલાઈન એપ્લિકેશન થકી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ વેપાર કરી ઉદ્યોગને ફરીથી પટરી પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
15 હજાર કરોડથી પણ વધુ નુકસાનલોકડાઉનમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણ બંધ રહી હતી. અનલોક પછી પણ ઇન્ડસ્ટ્રીઝની હાલત હજી સુધરી શકી નથી. ફોસ્ટા પ્રમુખના જણાવ્યા મુજબ અત્યારે સુધી 15 હજાર કરોડથી પણ વધુ નુકસાન ટેક્સટાઇલ ઉદ્યોગને થઈ ચૂક્યું છે. કોરોનાનો ડર હજુ સુધી પણ વેપારીઓમાં જોવા મળી રહ્યો છે. અન્ય રાજ્યોથી વેપારી નહીં આવતા હવે ઓનલાઇન માધ્યમ થકી વેપાર શરૂ કરવામાં આવ્યો છે.
દેશભરના વેપારીઓ વોટ્સઅપ થકી મેળવી રહ્યા છે ઓર્ડરદિવાળી અને કરવા ચોથ જેવા તહેવારો આવી રહ્યા છે. તેમજ ત્યારબાદ લગ્નસરાની સિઝનને કારણે વેપાર વધે તેવી રાહ વેપારીઓ જોઈ રહ્યા છે. પરંતુ અન્ય રાજ્યોથી વેપારીઓ સુરત ન આવતા તેઓ ચિંતાતુર થઇ ગયા હતા. પરંતુ હવે વોટ્સએપ કોલથી કે, પોતાની પ્રોડક્ટ અન્ય રાજ્યોના વેપારીઓને બતાવી તેઓએ વેપાર શરૂ કરી દીધો છે. ઓનલાઇન વેબસાઈટ થકી પણ તેઓ વેપાર કરી રહ્યા છે. સાડીઓ ડ્રેસ મટીરીયલ તેમજ અન્ય કાપડ ઈમેલ અથવા તો વોટ્સએપ થકી દેશભરના વેપારીઓ ઓર્ડર મેળવી રહ્યા છે.