ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Textile Market: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 1 એપ્રિલથી સાડી અને કાપડના ભાવમાં થશે વધારો

સુરતમાં લગ્નસરા અને રમજાન સિઝનમાં એક તરફ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં તેજી (Surat Textile Market )જોવા મળી રહી છે. જ્યારે બીજી બાજુ પ્રોસેસર અને ટ્રાન્સપોર્ટના પણ ભાવ વધારો કરતા ટેક્સટાઈલના રેડીમેડ ગારમેન્ટ (Readymade garments of textiles )સહિત સાડીઓના ભાવમાં 10 ટકાનો વધારો 1 એપ્રિલથી થશે.

Surat Textile Market: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 1 એપ્રિલથી સાડી અને કાપડના ભાવમાં 10 ટકાનો વધારો
Surat Textile Market: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 1 એપ્રિલથી સાડી અને કાપડના ભાવમાં 10 ટકાનો વધારો

By

Published : Mar 31, 2022, 6:34 PM IST

સુરતઃ ગયા મહિના પછી સુરત ટેક્સટાઇલમાં અન્ય રાજ્યોથી સાડીઓ અને રેડીમેડ ગારમેન્ટની ખરીદી (Readymade garments of textiles )નીકળી છે. લગ્નસરાની સિઝન અને આવનાર દિવસોમાં રમજાનનો પવિત્ર માસ આવતા ટેક્સટાઇલ માર્કેટમાં ડિમાન્ડ જોવા મળી રહી છે. જ્યારે બીજી બાજુ 1 એપ્રિલથી રેડીમેડ ગારમેન્ટ સહિત સાડીઓના ભાવ માં પણ 10 ટકાનો વધારો નોંધાવા જઈ રહ્યો છે. કોલસા અને રો મટીરીયલના ભાવમાં વધારો થતાં પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા 1 એપ્રિલથી પ્રોસેસિંગ ચાર્જમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી બાજુ ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol and diesel prices)વધતા ટ્રાન્સપોર્ટ ચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે.

કલર અને કેમિકલના ભાવમાં પણ વધારો નોંધાયો -દક્ષિણ ગુજરાત પ્રોસેસર એસોસિએશનના(Surat Transport Association) પ્રમુખ જીતેન્દ્ર વખારિયા એ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી કોલસાના ભાવમાં (Surat Textile Market )સતત વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં કલર અને કેમિકલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. બંધ કરવાની સ્થિતિમાં ન આવે એ માટે અમે જોબ વર્કમાં 10 ટકાનો વધારો કર્યો છે. 1 એપ્રિલથી આ વધારો લાગુ થશે.

આ પણ વાંચોઃLemon Price Hike in Summer : અબકી બાર લીંબુ 200 કે પાર, ગૃહિણીનું બજેટ ખોરવાયું

ટ્રાન્સપોર્ટ ચાર્જ પણ વધારવાનો નિર્ણય -જ્યારે સુરત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેશલે જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. બીજી બાજુ સારી ડિમાન્ડના કારણે હાલ પાર્સલ ડિસ્પેચની કામગીરી પણ વધી ગઈ છે અને અનેકવાર વેપારીઓ પાર્સલનું વજન 120 ટકા કરી દેતા હોય છે, જેને ઉઠાવવા માટે મુશ્કેલી થતી હોય છે. અમે વેપારીઓને અપીલ પણ કરી છે કે પાર્સલ માત્ર 50 કિલોનું થવું જોઈએ. જો 50 કિલોથી વધારે થશે તો અમે આ માલ ડિસ્પેચ કરીશું નહીં. અમે 1 એપ્રિલથી ટ્રાન્સપોર્ટ ચાર્જ પણ વધારવાનો નિર્ણય લીધો છે.

10 ટકાનો વધારો સાડીઓની કિંમતમાં -સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના પ્રમુખ રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, પ્રોસેસ અને ટ્રાન્સપોર્ટેશન એસોસિએશન દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેની સીધી અસર સાડી અને રેડીમેડ ગારમેન્ટ પર જોવા મળશે. છેલ્લા ઘણા મહિનાથી મંદીની અસર માર્કેટમાં હતી. પરંતુ હાલ તેજી જોવા મળી રહી છે. જેની પાછળનું કારણ લગ્નસરાની સિઝન અને રમજાન માસ છે. પાર્સલ મોકલવા માટે ટ્રકોની પણ અછત સર્જાઈ હતી. પરંતુ જે રીતે પ્રોસેસર અને ટેક્સ્ટાઇલ ટ્રાન્સપોર્ટ અને ભાવ વધારો કર્યો છે તેના કારણે 10 ટકાનો વધારો સાડીઓની કિંમતમાં થશે.
આ પણ વાંચોઃBhavnagari Gathiya: ગાંઠીયા બન્યાં હવે કડવા, પેટ્રોલ અને સિંગતેલના ભાવ જવાબદાર

ABOUT THE AUTHOR

...view details