સુરત:શહેરમાંં દરરોજ ચાર કરોડ મીટર કાપડ પ્રોડક્શન (Surat Textile Industry)થાય છે. એશિયા સહિત વિશ્વના અનેક દેશો કાપડ માટે સુરત પર નિર્ભર છે. તેમાંથી એક શ્રીલંકા દેશ પણ સામેલ છે પરંતુ હાલ ત્યાંની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઇ છે આર્થિક કટોકટીના કારણે ત્યાના સ્થાનિક લોકો મુશ્કેલીની(Sri Lanka economic crisis impact on India ) સ્થિતિમાં મુકાયા છે. મોંઘવારી વધી ગઈ છે જેના કારણે ત્યાંના લોકો કાપડ ખરીદી શકે તેમ નથી તેની સીધી અસર સુરતના કાપડ ઉદ્યોગ પર પડી છે. શ્રીલંકામાં સુરતનું કાપડ ચેન્નાઈના માધ્યમથી(Surat Textile Market) જતું હોય છે ચેન્નઈના વેપારીઓ સુરતમાં બંધાતા કાપડ ખરીદે છે અને શ્રીલંકામાં નિકાસ કરે છે.
આ પણ વાંચોઃSurat Textile Market: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 1 એપ્રિલથી સાડી અને કાપડના ભાવમાં થશે વધારો
શ્રીલંકાના વેપારીઓ ચેન્નઈના વેપારીઓ પાસેથી કાપડ ખરીદે -ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, અન્ય દેશોની જેમ શ્રીલંકા (Economic crisis in Sri Lanka )પણ ભારતથી કાપડ ખરીદી થતું હોય છે ખાસ કરીને સુરત થી (Impact of economic crisis in Sri Lanka in Surat)દર મહિને અંદાજિત 20 કરોડનું કાપડ શ્રીલંકામાં મોકલવામાં આવે છે. શ્રીલંકાના વેપારીઓ ચેન્નઈના વેપારીઓ પાસેથી કાપડ ખરીદે છે અને ચેન્નઈના વેપારીઓ અમારી પાસેથી કાપડ ખરીદતા હોય છે. પરંતુ હાલ શ્રીલંકામાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે ત્યાં કાપડનો માલ જવાનું બંધ થઈ ગયો છે એટલું જ નહીં સુરતથી શ્રીલંકા કાપડ વેચતા વેપારીઓના પૈસા પણ ફસાઈ ગયા છે સુરતની વાત કરવામાં આવે તો અંદાજિત 50 કરોડ રૂપિયાનું પેમેન્ટ અટવાઈ ગયું છે.
શ્રીલંકાની સ્થિતિથી સુરતના વેપારીઓમાં ચિંતા -સુરતના અન્ય એક વેપારી ગૌતમભાઈ એ જણાવ્યું હતું કે શ્રીલંકાથી સારી ખરીદી થતી હોય છે. શ્રીલંકાના વેપારીઓ સુરતના વેપારીઓ પાસે એજન્ટના મારફતે માલ ખરીદતા હોય છે. સુરત થી કાપડ કોલંબો દિલ્હી અને મુંબઈ મારફતે પહોંચે છે. ત્યાંના લોકો પરંપરાગત ખરીદતા હોય છે . ત્યાંની મહિલાઓ જે સાડીઓ પહેરે છે તે સુરતમાં તૈયાર થાય છે. મોટાભાગે સુરતથી જ સાડીઓ મોકલવામાં આવે છે. પરંતુ હાલ જે સ્થિતિ શ્રીલંકામાં સર્જાઈ છે તેના કારણે વેપારીઓ ચિંતામાં છે કારણકે જાની પરિસ્થિતિના કારણે પેમેન્ટ આવતું બંધ થઈ ગયું છે. વેપારીઓને પેમેન્ટ મળતું નથી બીજી બાજુ ત્યાં પણ બંધ થઈ ગયું છે.
આ પણ વાંચોઃદક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં કુદરતી કહેરથી પોંગલની ખરીદી પર અસર : સુરત કાપડ વેપારીઓને કરોડના નુકસાનની ચિંતા