સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં હવે એઆઈની એન્ટ્રી સુરત : હવે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની એન્ટ્રી થઈ ગઈ છે. ગારમેન્ટિંગ ક્ષેત્રમાં હવે વેપારીઓ AIની મદદથી અસંખ્ય ડિઝાઇન મેળવી રહ્યા છે. ગારમેન્ટિંગ માટે જે ડિઝાઇનમાં છથી સાત મહિના લાગતા હતા, તે હવે માત્ર ગણતરીના સેકન્ડમાં તૈયાર થઈ જાય છે. ટેક્સટાઇલ ઉદ્યોગના ગારમેન્ટ ક્ષેત્રમાં AI નવી ક્રાંતિ લાવવા જઈ રહી છે. જે મુજબની ડિઝાઇન વેપારીઓને જોઈએ તે હજારથી પણ વધુ અલગ અલગ ડિઝાઇન AI ગણતરીના સેકન્ડમાં આપી દે છે.
શું છે સમગ્ર પ્લાન : રોજે બે કરોડ મીટર કાપડનું પ્રોડક્શન કરનારી સુરત કાપડ ઉદ્યોગ હવે ગારમેન્ટિંગ ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે ત્યારે અનેક પ્રકારની ડિઝાઈન માટે અને ખાસ કરીને સિઝનલ ડિઝાઇન માટે છથી સાત મહિનાની રાહ જોવી પડતી હતી, પરંતુ હવે સુરત ટેકસટાઇલ ઇનડસ્ટ્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ જ ડિઝાઇનના ગણતરીના સેકન્ડોમાં મેળવી રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તે જ પ્રમાણે ડિઝાઇન તૈયાર કરી રહ્યું છે. જે વેપારીઓ અને ખાસ કરીને ડિઝાઇનર ડિઝાઇન તૈયાર થશે તો પ્રોડક્શનમાં પણ વધારો થશે.
અમે જે ડિઝાઇનને ક્રિએટ કરવા માટે કામ કરતા હતા જે સમય લાગતો હતો, તે AIના મદદથી 95 ટકા ઓછું થઈ જાય છે. ડિઝાઇન માટે અનેક વેરીએશન સેકન્ડમાં મળી જાય છે. જ્યારે અમે પોતે ડિઝાઇન કરીએ છીએ ત્યારે પહેલા વિચારવું પડે છે અને ત્યારબાદ તેને કાગળ ઉપર અથવા તો સોફ્ટવેરની મદદથી ચીતરવું પડે છે અને ત્યાર પછી પણ અમને જો અલગ વેરીએશન જોઈએ તો તેને પછી ફરીથી એક વખત આવી જ રીતે તૈયાર કરવું પડે છે. ત્યારે AIમાં માત્ર અમને શું વેરીએશન જોઈએ તે ટાઈપ કરીને AIને આપવું પડતું હોય છે અને તે અમને તેના હજાર ડિઝાઇન મોકલી આપે છે. AI ડિઝાઈનર માટે ઉપયોગી સાધન સાબિત થશે. જેનાથી સમય બચશે અને અનેક ડિઝાઇન રજૂ કરી શકશે. - અંકિતા ગોયલ ( AI ડિઝાઈનર એક્સપર્ટ)
ડિઝાઇન ગણતરીના સેકન્ડમાં તૈયાર :અગાઉ એક ડિઝાઇન તૈયાર કરવા માટે ડિઝાઇનરને ડિઝાઇન માટે વિચાર કરવું પડતું હતું, અને ત્યારબાદ તેનું સ્કેચ અથવા તો કોમ્પ્યુટર સોફ્ટવેરથી તે ડિઝાઇન બનાવતા હતા. જેમાં વધારે સમય લાગતો હતો, પરંતુ હવે ડિઝાઇનર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી આ ડિઝાઇન ગણતરીના સેકન્ડમાં તૈયાર કરી રહ્યા છે. તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને જણાવે છે કે સિઝન માટે કયા પ્રકારના ડિઝાઇન તૈયાર કરવા માંગે છે અને ડિઝાઇનના અલગ અલગ જે પ્રકાર છે તેનો ઉલ્લેખ કરે છે. તે થોડી વારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમને તેમના એવા પ્રમાણે બે-ચાર નહીં, પરંતુ 1000 જેટલા ડિઝાઇન રજૂ કરી દે છે. ડિઝાઇનિંગ ક્ષેત્રમાં AIની મહત્વતા જોઈ હવે સુરતમાં પ્રથમવાર આ અંગે ડિઝાઇનિંગ કોર્સ પણ શરૂ થયો છે.
રોજગાર બમણો થશે :ધી ક્લોથીંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત રીઝનના ચેરમેન ડો. જોય ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, ભારતના તમામ પ્રકારના કાપડ સુરતમાં તૈયાર થાય છે, પરંતુ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં હજુ પણ અમે ચાઇનાથી પાછળ છીએ, અમે અન્ય દેશોમાં જો કાપડ મોકલવું હોય તો પ્રોડક્શન ઓછા સમયે વધારવું પડશે અને જ્યારે ડિઝાઇન ઓછા સમયમાં તૈયાર થઈ જાય તો પ્રોડક્શન પણ વધશે. AIના મદદથી ડિઝાઇન વહેલી તકે તૈયાર થશે અને પ્રોડક્શનમાં વધારો થશે. આના કારણે સીધી અસર રોજગાર પર પડશે, રોજગાર બમણો થશે આવનાર સમય ટેક્સટાઇલ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે.
- New Parliament Building : સુરતમાં નવા સંસદ ભવનના આકારમાં જ્વેલરીએ બનાવી હિપહોપ જ્વેલરી, માર્કેટમાં ભારે ડિમાન્ડ
- GCCI Textile : ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટના આયોજનમાં 200થી ઉદ્યોગ અગ્રણી સાથે કેન્દ્રીયપ્રધાનની ચર્ચાઓ
- Surat News : આસામ સરકારના નિર્ણયથી સુરત સાડીના વેપારીઓને 1000 કરોડનું નુકસાન