સુરત : આવકવેરા વિભાગ દ્વારા 200 થી પણ વધુ કાપડના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. સુરત શહેરના સારોલી વિસ્તાર ખાતે આવેલા શ્રી કુબેર ટેક્સટાઇલ વર્લ્ડ ખાતે આ વેપારીઓ વેપાર કરે છે. આ માર્કેટમાં દુકાનની ખરીદી વખતે તેઓએ જે રોકડ રૂપિયા આપ્યા હતા. તે અંગે તપાસ માટે તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આવકવેરા વિભાગે છેલ્લા છ વર્ષના આર્થિક હિસાબો તેમની પાસેથી માંગ્યા છે.
શ્રી કુબેરજી ટેક્સટાઈલ વર્લ્ડના દુકાનદારોને નોટિસઃ સુરત શહેરના સારોલી વિસ્તાર ખાતે આવેલા શ્રી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ તેમજ કુબેરજી ગ્રૂપમાં દુકાન ધરાવનાર કાપડના વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. આ દુકાનની ખરીદી કરવા માટે તેઓએ રોકડા નાણાં ચૂકવ્યા હોવાનો પુરાવો હાલ આવકવેરા વિભાગને મળ્યા છે. તેથી વિભાગ દ્વારા 200 થી પણ વધુ કાપડના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. વર્ષ 2020માં આવકવેરા વિભાગની ડીઆઈ વિંગ દ્વારા શ્રી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ સહિત આ ગ્રૂપના અન્ય પ્રોજેક્ટ્સ પર કાર્યવાહી કરાઈ હતી. આ સર્ચ દરમિયાન વિભાગને દુકાનોના સોદા અંગેના દસ્તાવેજો મળ્યા હતા.
હિસાબી દસ્તાવેજો રજૂ કરવાનો આદેશઃઆ સર્ચ ઓપરેશન દરમિયાન આવકવેરા વિભાગને સંદિગ્ધ તમામ દસ્તાવેજો મળી આવ્યા હતા.જેનાથી વિભાગને શંકા છે કે બિલ્ડર દ્વારા દસ્તાવેજો પર દર્શાવેલી રકમ કરતાં દુકાનદારો પાસેથી લેવામાં આવી હતી અને કેટલીક રકમ આ દસ્તાવેજોમાં બતાવવામાં આવી જ નથી. બિલ્ડર દ્વારા જેના સોદાઓમાં મોટા પ્રમાણમાં આર્થિક હિસાબોમા ધાંધલી જોવા મળે છે.તેના આધારે એસેસમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેથી આવકવેરાએ અન્ય દસ્તાવેજો અને સાટાખતના આધારે આ જ ટેક્સટાઇલ માર્કેટના 200થી પણ વધુ તેઓને નોટિસ ફટકારવામાં આવી છે. તેમણે કેટલી રોકડ રકમ ચૂકવી છે તે અંગેની તમામ માહિતીઓ સાથે રિટર્ન ફાઈલ મંગાવી છે.
ચુકવાયેલી રોકડ પર ટેક્સ લાગશેઃઆવકવેરા વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લગભગ 175 કરોડની વસૂલાત કરવા માટે કુબેરજી ગ્રૂપમાં રોકડ રકમથી દુકાન ખરીદનારાઓને આ નોટિસ ફટકારવામાં આવી છે. જો આ તમામ દુકાનદારો યોગ્ય જવાબ નહીં આપશે તો વિભાગ દ્વારા તેમને દુકાનની ખરીદી માટે ચુકવેલી રોકડ રકમ પર ટેક્સ લગાડાશે. જે તે સમયે સર્ચ ઓપરેશનમાં આવકવેરાને મોટી સંખ્યામાં ડાયરી ઓપન મળી આવી હતી. આ ડાયરીમાં રકમ કોડ વર્ડમાં લખવામાં આવી હતી. સૂત્રો અનુસાર જો 35 લાખ રૂપિયા ચૂકવ્યા હોય તો તેની સામે બિલ્ડર દ્વારા માત્ર 35 રૂપિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે 1.80 કરોડ ચૂકવ્યા હોય તો તેના સામે માત્ર 180 રૂપિયા લખવામાં આવ્યા હતા.
- ઈન્કમટેક્સ રીટર્ન ફોર્મમાં અન્ય સોર્સમાંથી મળેલી આવકને અલગ-અલગ દર્શાવવી પડશે
- આવકવેરામાં ફેસલેસ એસેસમેન્ટથી ભ્રષ્ટાચાર અંકુશમાં આવશેઃ કરવેરા નિષ્ણાતો