ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Temperature : આકાશમાંથી અગનગોળા ઉતરતા હોય તેમ સુરતીઓ ગરમીમાં બોલી ઉઠે તોબા તોબા - Heat temperature in Surat

દક્ષિણ ગુજરાત તેમાં ખાસ કરીને સુરતમાં આકાશથી જાણે અગનગોળા વરસ્યા હોય તેવી ગરમીના કારણે લોકો અકળાયા છે. આજે મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને આંબી ગયો હતો. સૂર્ય દેવતા જાણે આકાશમાંથી અંગ દઝાડતી ગરમી વરસાવી રહ્યા હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા હતા.

Surat Temperature : આકાશમાંથી અગનગોળા ઉતરતા હોય તેમ સુરતીઓ ગરમીમાં બોલી ઉઠે તોબા તોબા
Surat Temperature : આકાશમાંથી અગનગોળા ઉતરતા હોય તેમ સુરતીઓ ગરમીમાં બોલી ઉઠે તોબા તોબા

By

Published : Apr 10, 2023, 8:20 PM IST

સુરતમાં ડિગ્રી સેલ્સિયસ પારો વધીને 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો

સુરત :આજે સુરતમાં એક ડિગ્રી સેલ્સિયસ પારો વધીને 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો તે પણ 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગરમી લોકોને તોબા બોલાવી રહી છે. સુરતમાં ભીષણ ગરમી અને કમોસમી વરસાદની આગાહી વચ્ચે લોકો વાયરલ ઇન્ફેક્શનથી બીમાર થઈ રહ્યાં છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો બીજી બાજુ બાળકો શરદી અને ઉધરસનો ભોગ બની રહ્યા છે.

ઘરેથી પીવા માટે પાણી લઈને નીકળે :ગરમીના કારણે માત્ર વાયરલ ઇન્ફેક્શન જ નહીં, પરંતુ પેટ અને આંતરડાના ઇન્ફેક્શનની પણ સમસ્યા થતી હોય છે. નિષ્ણાતો માને છે કે ગરમીની સિઝનમાં લોકોને સૌથી વધુ તરસ લાગે છે અને જ્યાં પણ પાણી મળે તેવો પાણી લોકો પીવે છે. જેના કારણે તેમને ઇન્ફેક્શનની સમસ્યા થાય છે. કારણ કે, આ પાણી ઘણી વખત શુદ્ધ હોતું નથી. ડોક્ટરો સલાહ આપે છે કે ગરમીમાં લોકો પોતાના ઘરેથી જ પીવા માટે પાણી લઈને નીકળે કોઈપણ જગ્યાએ અશુદ્ધ પાણી પીવે નહીં.

આ પણ વાંચો :Drinking cold or ice-cold water : ઉનાળામાં ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને થઇ શકે છે આટલી બિમારીઓ

પાણી વધારે પ્રમાણમાં પીવું :સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર ઓનકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગરમીમાં લોકોને તરસ લાગે છે એટલે તેઓ અનેકવાર પાણીની ક્વોલિટી જોયા વગર જ તેને પીએ છે. અનેકવાર દૂષિત પાણીના કારણે લોકોને રોગ થાય છે. લોકો જ્યારે ઘરેથી નીકળે તો ઘરનું પાણી પોતાની સાથે લઈને નીકળે. શરીરમાં 80 ટકા પાણી હોય છે અને જ્યારે પાણી ઓછું થાય અને ઓક્સિજન પણ પૂરતું ન રહે તો પાણી ખૂબ જ વધારે પ્રમાણમાં પીવું જોઈએ.

આ પણ વાંચો :Rajkot Water Problem : રાજકોટમાં ખુદ મેયરના વૉર્ડમાં જ પીવાના પાણીની સમસ્યા

આંતરડા અને પેટમાં ઇન્ફેક્શનની સમસ્યા :તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો વધારે તરસ લાગે અને લોકો શુદ્ધ પાણી નહીં પીવે તો તેમને ગેસ્ટ્રોની તકલીફ થઈ શકે છે. જેમાં આંતરડા અને પેટમાં ઇન્ફેક્શનની સમસ્યા થાય છે. જો તમને વધારે તરસ લાગે તો શુદ્ધ પાણી જ પીવું જોઈએ. અનેકવાર વધારે ગરમી લાગવાથી લોકો બેભાન થઈ જતા હોય છે. આવી પરિસ્થિતિમાં લોકોને સીપીઆર આપવાની જરૂર પડતી હોય છે. પાણી સાથે અન્ય લિક્વિડ પણ લેતા રહેવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details