જેમાં રશિયાએ પહેલા પણ મોસ્ટ આયર્ન રોડસ લેન્ડ ઇન વન મિનિટનો રેકોર્ડ કર્યો હતો ,તે સુરતના વિસપી ખરાડી અને તેની ટીમે તોડી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું હતું. આ સિવાય મોસ્ટ લેયર્ડ ઓફ લેન્સ સેન્ડવીચ નો અગાઉ આઠ લેયર્ડ નો પોતે કરેલ રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો...
ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટમાં સુરતના નામે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ - વિસપી ખરાડી
સુરત: ઇન્દોર સ્ટેડિયમ ખાતે છેલ્લા ત્રણ દિવસ માટે ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ મોસ્ટ આયર્ન રોડસ ઇન વન મિનિટ અને મોસ્ટ લેયર્ડ ઓફ નેલ્સ સેન્ડવીચની ઇવેન્ટ યોજાઈ હતી. બંને ઇવેન્ટમાં ખાસ વિસપી ખરાડીએ બે અનોખા વર્લ્ડ રેકોર્ડ સર્જાયા હતા.
સુરતના ઇન્દોર સ્ટેડિયમ ખાતે છેલ્લા ત્રણ દિવસ ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. ટુર્નામેન્ટની ઇવેન્ટમાં બે અનોખા વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા છે. જેમાં સુરતના વિસપી ખરાડી અને તેની ટીમને આ સમગ્ર ફાળો જાય છે. ઇન્દોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ પ્રથમ મોસ્ટ લેયર્ડ ઓફ સેન્ડવીચ ઇવેન્ટમાં કુલ 8 લેયર્ડ ખીલા પર બનાવવામાં આવ્યા હતા. જે દસ સેકન્ડ સુધી સ્ટેન્ડ બાય રાખવાનું હતું.જે વિસપી ખરાડી અને તેની ટીમે દસ સેકન્ડ થી પણ વધુ સમય સુધી આ લેયર્ડ અડીખમ રીતે પોતાના શરીર પર ઉભું રાખી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
વર્ષ 2017માં વિસપી ખરાડીએ આઠ લેયર્ડનો રેકોર્ડ તોડ્યો હતો. જે આ વખતે નવ લેયર્ડનો સેન્ડવીચ બનાવી રેકોર્ડબ્રેક કર્યો છે.તેવી જ રીતે બીજી ઇવેન્ટ માં મોસ્ટ આયર્ન રોડસ બેન્ડમાં પણ ઇન્ડિયા રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.આ ઇવેન્ટમાં એક મિનિટ માં 21 જેટલા રોડઝ 90 ડીગ્રી સુધી બેન્ડ કરવાના હતા.જે વિસપી ખરાડીએ એક મિનિટ ની અંદર જ આ તમામ રોડઝ 90 ડીગ્રી સુધી બેન્ડ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.બંને ઇવેન્ટ ને નિહાળવા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવતીકાલે યોજાનારા આ કુડો ઇવેન્ટમાં ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર હાજર રહેવાના છે.જ્યાં ત્રણ દિવસ ચાલેલી ટુર્નામેન્ટ સારું પરફોર્મન્સ બતાવનાર વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે.