- દેશના વિવિધ રાજ્યોમાંથી 70 જેટલા લોકોએ ભાગ લીધો
- વિદ્યાર્થીઓએ ઘરમા જ રિસર્ચ સેન્ટર શરૂ કર્યા
- કોરોનાના કારણે વિદ્યાર્થીઓનો ભવિષ્યને પણ લોકડાઉન લાગ્યું
સુરતઃ દરવર્ષે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી અને સી.કે.પીઠાવાલા કૉલેજ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેક્નોલોજીનાં સંયુક્ત ઉપક્રમે સુરતમાં જ સિમ્પોજીયમ SSPNEBSનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન કોરોના કારણે આ વખતે ઓનલાઇન જ કરવામાં આવ્યું હતું. જોકે આમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 70 જેટલા લોકોએ ભાગ લીધો હતો.
સુરત SVNIT અને સી.કે.પીઠાવાલા દ્વારા નેશનલ સિમ્પોઝીયમ SSPNEBSનું કરાયું આયોજન આ પણ વાંચોઃવિદ્યાર્થીની કારકિર્દીના મુંજવતા પ્રશ્નો અંગે ગાંધીનગરમાં સેમિનારનું આયોજન
લોકડાઉનનો સદ્ઉપયોગ કરી રિસર્ચ કર્યુ
SVNITના ડો.મીતા પાવવાળાએ જણાવ્યું હતું કે, સુરતમાં દરવર્ષે આ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોના કારણકે આ આયોજના ઓનલાઇન કરવામાં આવ્યું હતું. આમાં ખાસ કરીને નેનો સિગ્નલ અને બાયોસાયન્સ એક ચેલેજીંગ કામ છે, આમાં વિદ્યાર્થીઓ દ્વારા હાલ ચાલી રહેલા કોરોના સમય દરમિયાન જયારે સ્કૂલ-કોલેજો બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓ પોતાના ઘરેજ બેસીને નવી-નવી ટેક્નિકોનો ઉપયોગ કરીને પોતાના ઘરની લેબમાં જ કરતા રિસર્ચ વર્કને વિડિયો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. એમાં વિદ્યાર્થીઓએ ખરેખર લોકડાઉનનો ઉપયોગ ખુબ જ સરસ રીતે કર્યો છે.
સુરત SVNIT અને સી.કે.પીઠાવાલા દ્વારા નેશનલ સિમ્પોઝીયમ SSPNEBSનું કરાયું આયોજન આ પણ વાંચોઃજૂનાગઢમાં ટેક્સ અને GST અંતર્ગત મેગા સેમિનારનું આયોજન
સ્કૂલ-કોલેજ બંધ થવાથી વિદ્યાર્થીઓએ ઘરમાં જ રિસર્ચ સેન્ટર શરૂ કર્યા
ડો.રસીકા ધાવેશે જણાવ્યું હતું કે, લોકડાઉન થવાના કારણે અમને એમ થયું કે હવે વિદ્યાર્થીઓના ભવિષ્યને પણ લોકડાઉન લાગી ગયું છે. એમ અમને લાગતું હતું પણ અત્યારે એમ વિચાર કર્યો કે હાલ કોરોનાના સમયમાં સ્કૂલ કૉલેજ બંધ છે ત્યારે વિદ્યાર્થીઓ ઘરે બેસીને કયુ નવું કાર્ય કરી રહ્યા છે તે જોઈએ. આ માટે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી અને સી.કે.પીઠાવાલા કૉલેજ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સાથે મળીને સુરતમાં જ સિમ્પોજીયમ SSPNEBSનું આયોજન કરવામાં આવ્યું હતું.અને આયોજન ઓનલાઇન જ કરવામાં આવ્યું હતું તેમાં વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ વર્ક સેન્ટર પોતાના ઘરમા જ ઉભા કરેલા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓના આ રિસર્ચથી દેશના ભવિષ્ય માટે કામ કરવાની દિશા મળી શકે છે.