સુમુલ ડેરીઃ ગાયના દૂધ પર પ્રતિ કિલોફેટે રૂપિયા 20નો વધારો - સુમુલ ડેરી દુધ ભાવ વધારો
સુરત: પશુદાનમાં થતા સતત ભાવવધારાના કારણે પશુપાલકોને ગાયના દૂધમાં પ્રતિ એક કિલોફેટ પર રૂપિયા 20નો વધારો આપવાનો નિર્ણય સુમુલ ડેરીએ કર્યો છે. પશુપાલકોની કફોડી હાલતને જોતા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ ખેડૂતોએ પ્રતિક્રિયા આપી છે.
![સુમુલ ડેરીઃ ગાયના દૂધ પર પ્રતિ કિલોફેટે રૂપિયા 20નો વધારો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4457041-thumbnail-3x2-surat.jpg)
સુરત સુમુલ ડેરી દ્વારા કિલોફેટ પર રૂપિયા 20નો કરાયો વધારો
સુરત સહિત જિલ્લાના તમામ પશુપાલકોને દસ લાખ રૂપિયા જેટલો સીધો ફાયદો થશે. હવે 645 રૂપિયાના બદલે 665 રૂપિયા ચુકવવામાં આવશે. જેના કારણે પશુપાલકોને મોટી રાહત મળશે. જ્યારે ખેડૂતોએ માગ કરી છે કે, ગાયના દૂધમાંના જે રીતે ભાવ વધારો કરવામાં આવ્યો હતો તેવી જ રીતે ભેંસના દૂધમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો હતો.
સુરત સુમુલ ડેરી દ્વારા કિલોફેટ પર રૂપિયા 20નો કરાયો વધારો