સુરત :વધતા જતા આપઘાતના કેસમાં વધુ એક એક આપઘાતની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ વિનાયક નગરમાં રહેતા 26 વર્ષીય અરૂણકુમાર જગતનારાયણ સિંહ જેઓ વિસ્તારમાં જ એક ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. ગઈકાલે પોતાના કોઈ અંગત કારણોસર આપધાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે જઇને આપઘાતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
દરવાજો અંદરથી બંધ:આ બાબતે મૃતકના પાડોશી બિમલેશસીંગ રાજપુતે જણાવ્યું કે, અરૂણકુમાર જગતનારાયણ સિંહ અમારો પડોશી જ હતો. છેલ્લા પાંચ વર્ષથી અહીં તે એકલો જ રહેતો હતો. ગઈકાલે અમે તેને જોયો ન હતો. સવારથી નજરે પણ નઈ આવ્યો પરંતુ તેના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. મે સવારે બે ત્રણ વખત તેને અવાજ લગાવી હતી. બપોર થઈ ગયું બહાર નઈ દેખાયો એટલે મને લાગ્યું આટલી વાર તો કોઈ વાર ઉંઘતો નથી. આજે કેમ આટલો સુવે છે. તેને કોઈ પ્રકારનું વ્યસન પણ ન હતુ. પછી અમે મેં દરવાજો ખખડાવ્યો કોઈ જવાબ નહીં આવતા મેં દરવાજો તોડીને અંદર જોયું તો તેણે આત્મહત્યા કરી લીધી હતી. હું પણ આ જોઈને ગભરાય ગયો હતો. મને કઈ સમજ પડતી નઈ હતી શું કરું શું નઈ એટલે મેં તાત્કાલિક પોલીસને ફોને કર્યો હતો. પોલીસે આવીને પોતાની કાર્યવાહી શરૂ કરી હતી.
આ પણ વાંચો Surat Crime News : બાળકીની સતર્કતાના કારણે જોડિયા બહેનનો થયો બચાવ, જાણો કઈ રીતે
ગંગા ટ્રેનથી ગામ જવાનો હતો:વધુમાં જણાવ્યું કે, બિમલેશસીંગ પરિવારનો આર્થિક સહારો હતો. તે અહીંથી જ રોજગારી મેળવી પોતાના પરિવારને મદદરૂપ થતો હતો. 10 ફેબ્રુઆરીના તેના લગ્નન પણ થવાના હતા. તેની માટે તે ઘણા દિવસથી તૈયારીઓ પણ કરી રહ્યો હતો. તારીખ 6 ફેબ્રુઆરીના રોજ તે ગંગા ટ્રેનથી ગામ જવાનો હતો. મૃતક મૂળ ઉત્તર પ્રદેશમાં આવેલ ભદોહી જિલ્લાના જ્ઞાનપૂર થનાના બારીપુરગામનો છે. તેનો પરિવાર ગામમાં રહે છે. અમારું મૂળ વતન એક જ છે. ગામ અલગ-અલગ છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશમાં આવેલ ભદોહી જિલ્લાના જ્ઞાનપૂર થના ના બારીપુરગામનો છે. પોલીસે જ તેમના પરિવાર ને જાણ કરી હતી.
આ પણ વાંચો Death of Little Girl: સુરતમાં સાડા 4 મહિનાની બાળકીનું રહસ્યમય મોત, માતા સવારે આવી રીતે પડી ખબર
તપાસ કરવામાં આવી: આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહએ જણાવ્યું કે, ગઈકાલે બપોરે 3 વાગ્યેની આસપાસ પાસ આ ઘટના બનાવનો કોલ પાંડેસરા પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યો હતો. જેથી હું સ્થળ ઉપર ગયો હતો. ત્યાં મૃતક અરૂણકુમાર જગતનારાયણ સિંહ ઉંમર 26 છે. તેં મૂળ ઉત્તર પ્રદેશના ભદોહિ જિલ્લાનો વતની છે.તેને નીચે ઉતારી તેનું પંચનામુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બોડી કબ્જે લઇ સિવિલ હોસ્પિટલ પોસમોટમ રૂમમાં મોકલવામાં આવ્યો હતો.કોઈ સુસાઇટ નોટ પણ મળી આવી નથી. કારણ સર આ પગલું ભર્યું હોય તે હજી સુધી જાણી શકાયું નથી. હાલ તો તેનો ફોને કબ્જે લઇ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તેમનું કોઈ સંબંધી અહીં ન હોવાને કારણે અમે લોકોએ તેમના આજુબાજુના લોકોના નિવેદન લીધા હતા.અને એમના પરિવારને પણ જાણ કરી દેવામાં આવી છે.