ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat suicide case: માતાને વોટ્સએપ પર સોરી મમ્મી લખીને યુવકએ આપઘાત કરી લીધો - ખટોદરા પોલીસ સુરત

સુરત શહેરમાં વધુ એક 18 વર્ષીય યુવકએ આપઘાત કરીને (Surat suicide case) જીવન ટૂંકાવ્યું છે. ચાર દિવસ પહેલા તેનો જન્મદિવસ હતો. તેણે માતાને વોટ્સએપ પર સોરી મમ્મી લખીને મેસેજ કર્યો અને પછી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

Surat suicide case: માતાને વોટ્સએપ પર સોરી મમ્મી લખીને યુવકએ આપઘાત કરી લીધો
Surat suicide case: માતાને વોટ્સએપ પર સોરી મમ્મી લખીને યુવકએ આપઘાત કરી લીધો

By

Published : Feb 1, 2023, 5:35 PM IST

સુરત:શહેરમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. શહેરના ખટોદરા વિસ્તારમાં 18 વર્ષીય હાર્દિક ઝડફીયાએ માતાને વોટ્સએપ પર સોરી મમ્મી લખી આપઘાત કરી લીધો છે. આ મામલે ખટોદરા પોલીસે આપઘાતનો ગુન્હોનોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સોરી મમ્મી લખીને મેસેજ: સુરત શહેરમાં વધતા જતા આપઘાતની ઘટના વધુ એક આપઘાતની ઘટના સામે છે. શહેરના ખટોદરા વિસ્તારમાં રહેતો 18 વર્ષીય હાર્દિક ઝડફીયા નામના યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહચી આગળની કાર્યવાહી શરૂ કરી છે. જોકે આપઘાત પહેલા તેણે માતાને વોટ્સએપ પર સોરી મમ્મી લખીને મેસેજ કર્યો હતો.

આ પણ વાંચો Suicide Cases in Surat : બીએચએમએસ વિદ્યાર્થીનો 10મે માળેથી ઝંપલાવી આપઘાત, સ્યૂસાઇડ નોટ મળી

4 દિવસ પહેલા જ જન્મદિવસ હતો: આ બાબતે મૃતકના ભાઈ અજયે જાણાવ્યું હતુંકે હું નોકરી પરથી ઘરે ગયો હતો અને ઘરે જઈને જોયું તો આત્મહત્યા કરી લીધી હતી. આ વાતની પછી માતાને જાણ કરી હતી. સ્કુલ પણ તેણે છોડી દીધી હતી. 4 દિવસ પહેલા જ તેનો જન્મદિવસ હતો. મમ્મી પાસે પૈસા માંગ્યા હતા. મમ્મીએ પૈસા આપ્યા ન હતા. મમ્મી સોરી લખીને મેસેજ મોકલી આપઘાત કરી લીધો હતો. મમ્મીએ તેને કહ્યું હતું કે મારી ઉમર થઇ ગયી છે કઈક સહારો આપો બસ એટલું જ કહ્યું હતું.

આ પણ વાંચો Suicide case Surat: સુરતમાં 15 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત, આપઘાતને લઈને પરિવારમાં થઇ છુટાહાથની મારામારી

દીકરાનો આપઘાત: આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે. દીકરાના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. એક અઠવાડિયામાં સુરતમાં કુલ 4 મહિલાઓ સહીત કુલ 11 લોકોએ આપઘાત કર્યો છે. છેલ્લા ઘણા સમયથી સુરતમાં આપઘાતના બનાવ વધી રહ્યા છે. કોઈ બીમારીથી કંટાળીને આપઘાત કરી રહ્યું છે તો કોઈ અન્ય કારણસર આપઘાત કરી રહ્યું છે. ખાસ કરીને નવયુવાનો અને વિદ્યાર્થી વર્ગના લોકો પણ નાની નાની વાતને લઈને આપઘાત કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાં કુલ 4 મહિલાઓ સહીત કુલ 11 લોકોએ આપઘાત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details