સુરત :દર વર્ષે યુક્રેનમાં મેડિકલના ભણતર માટે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જતા હોય છે. પરંતુ હાલ જે રીતે યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ (Russia Ukraine War) ગયા છે. સુરતની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કલેકટર કચેરી ખાતે 200 વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હોવાની જાણકારી મળી છે. બીજી બાજુ 15 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ કલેકટર કચેરી પહોંચી ફસાયેલા વિદ્યાર્થીઓને સહી સલામત (Surat Students In Ukraine) ભારત લાવવાની માંગ કરી છે.
આ પણ વાંચો:Gujarati trapped in Ukraine : રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં, તમામને પાછા લાવવાનો પ્રયાસ
વિદ્યાર્થીઓના વાલીઓ પહોંચ્યા કલેક્ટર કચેરી
સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે યુક્રેનમાં ફસાયેલા 15 થી વધુ વિદ્યાર્થીઓના વાલીઓ પહોંચ્યા હતા. ચિંતાતૂર બનેલા વાલીઓની માંગ હતી કે, તેમના બાળકો સુરક્ષિત ભારત પરત આવે. આ વિદ્યાર્થી મેડિકલ ડિગ્રી મેળવવા માટે યુક્રેનની અલગ-અલગ યુનિવર્સિટીમાં અભ્યાસ મેળવી રહ્યા છે. પરંતુ હાલ જે રીતે રશિયાએ આક્રમણ કરી દીધું છે તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ (Gujarat students in Ukraine) તો ભારત આવી ગયા છે.