ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat ST Bus: સુરતમાં ST વિભાગ દ્વારા હોળી ધુળેટીમાં એક્સ્ટ્રા બસ દોડવામાં આવશે

સુરતમાં ST વિભાગ દ્વારા હોળી ધુળેટીમાં એક્સ્ટ્રા બસ દોડવામાં આવશે. તહેવારના સમયે મુસાફરોને હાલાકી ના થાય તે માટે વધુ બસ દોડાવામાં આવશે. કુલ 400 થી વધુ બસ દોડવામાં આવશે. મુસાફરોનું એક ગ્રુપ હશે તો આખી બસનું બુકિંગ કરાશે. તો તેઓને તેમના સ્થળેથી લઇ જવામાં આવશે.

Surat ST Bus: સુરત ST બસ દ્વારા હોળી ધુળેટીમાં એક્સટ્રા બસ દોડવામાં આવશે.
Surat ST Bus: સુરત ST બસ દ્વારા હોળી ધુળેટીમાં એક્સટ્રા બસ દોડવામાં આવશે.

By

Published : Mar 1, 2023, 9:31 AM IST

Updated : Mar 1, 2023, 10:11 AM IST

સુરત ST બસ દ્વારા હોળી ધુળેટીમાં એક્સ્ટ્રા બસ દોડવામાં આવશે

સુરત: ST બસ નિગમ દ્વારા દર વર્ષની જેમાં આ વર્ષે પણ હોળી ધુળેટીમાં દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર માટે તારીખ 3 થી 5 સુધી એક્સ્ટ્રા બસ દોડવામાં આવશે. આ બસ સુરત ST બસ સ્ટેન્ડ, ઉધના બસ સ્ટેન્ડ અને રાંદેર રામનગર પાસેથી ઉપાડવામાં આવશે.

એક્સ્ટ્રા બસોની વ્યવસ્થાઓ:વાહન વિભાગ દ્વારા દરેક વાર-તહેવારે મુસાફરો માટે એક્સ્ટ્રા બસની વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. તેમાં ખાસ કરીને રક્ષાબંધન, દિવાળી અને હોળી ધુળેટી તહેવાર માટે એક્સ્ટ્રા બસ દોડવામાં આવે છે. તેવી જ રીતે ફરીથી આ વખતે પણ સુરત ST બસ નિગમ દ્વારા હોળી ધુળેટીના તહેવાર નિમિતે દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર માટે તારીખ 3 થી 5 સુધી 150 થી વધુ એક્સ્ટ્રા બસ દોડવામાં આવશે. આ બસ સુરત ST બસ સ્ટેન્ડ, ઉધના બસ સ્ટેન્ડ અને રાંદેર રામનગર પાસેથી ઉપાડવામાં આવશે.

આ પણ વાંચો Surat Luxury Bus : સુરતમાં બસ ન પ્રવેશતા ભાડામાં રીક્ષા ચાલકોની મનમાની, કાનાણીએ CMને લખ્યો પત્ર

સ્થળેથી લઇ જવામાં આવશે:સુરતમાં બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા લાખો શ્રમિકો ખાસ કરીને દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર અને ગોધરા બાજુના હોય છે. તેઓ હોળી ધુળેટીના તહેવાર નિમિતે અચૂક પોતાના વતનને જતા હોય છે. જેથી તેમને અગવડતા ન થાય તે માટે કુલ 400 થી વધુ બસ દોડવામાં આવશે. મુસાફરોનું એક ગ્રુપ હશે તો આખી બસનું બુકિંગ કરાશે. તો તેઓને તેમના સ્થળેથી લઇ જવામાં આવશે.

આ પણ વાંચો Surat Private Bus Issue:બસ ઓપરેટરો અને MLA વચ્ચેના વિવાદમાં મુસાફરો ન ઘરના ન ઘાટના

આવક થાય તેવી આશા:સુરત ST વિભાગ દ્વારા હોળી ધુળેટીના તહેવાર નિમિતે તારીખ 3,4 અને 5 ના રોજ દાહોદ, ઝાલોદ, ગોદરા છોટાઉદેપુર ના મુસાફરો માટેએક્સ્ટ્રા બસ દોડવામાં આવશે. રોજની 150 થી 200 બસ સુરતથી ઉપડશે. તે ઉપરાંત મુસાફરોનું એક ગ્રુપ હશે. તો આખી બસનું જો બુકિંગ કરાશે તો તેઓને તેમના સ્થળેથી લઇ જવામાં આવશે. તેમજ અમારું ઓનલાઇન બુકીંગ જે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ, ઉધના બસ ડેપો અને અડાજણ બસ ડેપો ખાતેથી સાવરે 6 થી રાતે 10 વાગ્યા સુધી ઓનલાઇન બુકિંગ અમે ચાલુ કર્યું છે. જે હોળી બાદ પણ ચાલુ રહેશે--પી.વી.ગુજ્જર (સુરત ST નિયામક અધિકારી)

બસોની વ્યવસ્થાઓ:સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ, ઉધના બસ ડેપો અને અડાજણ રામનગર ખાતેથી બસ ઉપડશે. ગત વર્ષ આ તહેવારમાં 450 બસની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જેમાં 1.50.000 મુસાફરોએ એનો લાભ લીધો હતો. આ વખતે તેના કરતાં વધારે મુસાફરો લાભ લેય એવી અમારી અપેક્ષાઓ છે.

Last Updated : Mar 1, 2023, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details