સુરત SOG ટીમે MD ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સની ધરપકડ કરી - Guarati newes
સુરત:શહેરની SOG ટીમે બાતમીના આધારે MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જેમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત SOG ટીમે ડ્રગ્સના જથ્થા સાથે ત્રણની ધરપકડ કરી
SOG ટીમે બાતમીના આધારે ભાગતલાવ વિસ્તારમાંથી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 9.80 લાખનો મદ્દામાલ જપ્ત કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ પાસે 196 ગ્રામ MD ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. તેમજ આ ત્રણેય આરોપી ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા જેની પૂછપરછ કરી હતી. ત્યારે આરોપીઓ નામ મોહમદ જુનેદ ઉર્ફે અબ્દુલ રજાક, ગુલામસાબિર ઉર્ફે સમીર મોહમદ સલીમ કુરેશી અને અસફાક કુરેશી હોવાનું બહાર આવ્યું હતું.