સુરત: સુરત શહેરમાં ડ્રગ્સનો ધંધો કોઈ કરી ના શકે તે માટે નો ડ્રગ્સ ઈન સુરતની ઝુંબેશ ચાલવામાં આવી રહી છે. જેના ખુંબ જ સારા પરિણામો મળી રહ્યા છે. આ ઝુંબેશના ભાગરૂપે પોલીસને મોટી સફળતા મળી છે. એસઓજી પોલીસે શહેરના રાંદેર વિસ્તારમાંથી 50 લાખના MD ડ્રગ્સ સાથે એક મહિલાની ધરપકડ કરી છે. હાલ પોલીસે આરોપી હિનાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
507 ગ્રામ ડ્રગ્સ પકડાયું: આ બાબતે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમારે જણાવ્યું કે સુરત શહેર જે દેશમાં વેપારીક અને ઔદ્યોગિક શહેર છે. આ શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ અમન એવન્યુની સામે વાઈટ હાઉસની ગલીમાં એક આરોપી હિના જેઓ ઇસ્માઇલ મુબારકની પત્ની છે. સુરત એસઓજી દ્વારા તેમની પાસેથી કુલ 507 ગ્રામ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.
આરોપીનો પતિ લાજપોર જેલમાં: આરોપી હિના જેઓ ઇસ્માઇલ મુબારકની પત્ની છે. તેમના પતિ નાર્કોટિક્સના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. કોકીનના એક કેસમાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તે ઉપરાંત તેમની વિરુદ્ધ આમર્સ એક્ટના ગુનાઓ પણ તેમની વિરુદ્ધમાં નોંધાયા હતા. એમની સાથે વડોદરામાં એટીએસ દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો. એમાં નાર્કોટિક્સની ફેક્ટરી પકડવામાં આવી હતી. જેમાં આરોપીના પતિનું નામ બહાર આવ્યું હતું. આ તમામ ગુનામાં આરોપી હાલ લાજપોર જેલમાં છે.
પતિ જેલમાં હોવાથી પત્નીએ સંભાળ્યો ધંધો: વધુમાં જણાવ્યુંકે, ઈશ્માઇલ મુબારક શેખ જૈલમાં હોવાથી તેમનો વેપારી તેમની પતિ હિનાએ સંભાળિયો છે. પોલીસ દ્વારા લાંબુ ઓપરેશન કરીને એમની રંગે હાથે ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપી હિનાને સાહીલ અરવિંદભાઈ ગોસાઈ દ્વારા ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. જેઓ આ પહેલા ઈશ્માઇલ ગુજ્જર સાથે કામ કરતા હતા. ઈશ્માઇલ ગુજ્જર જેલમાં ગયો તો તેની પત્નીને મુંબઈથી લાવી ડ્રગ્સ સપ્લાયર કરે છે. તેમની પણ ધરપકડ એસોજી દ્વારા કરવામાં આવશે. અન્ય વધુ એક આરોપી છે. જેનું નામ વસીમ મુસ્તફા આ પણ ઈશ્માઇલ ગુજ્જર સાથે કામ કરતો હતો અને હાલ ઈશ્માઈની પત્ની હિના સાથે સંપર્કમાં હતો.